Abtak Media Google News

રિલાયન્સ જિયોએ પોતાના ભાળ પ્રાઈમ યુઝર્સને મોટી ભેટ આપતા પ્રાઈમ સર્વિસની વેલીડીટી વધારી દીધી છે અને હવે તમે એક વર્ષ સુધી જિયોની શાનદાર ઓફર્સનો આનંદ મેળવી શકશો. જ્યારે જે લોકોએ અત્યાર સુધી પ્રાઈમ સર્વિસ લીધી નથી તે ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી હજુ પણ પ્રાઈમ સર્વિસ ૯૯ રૂપિયામાં લઇ શકે છે અથવા પછી ૧ એપ્રિલથી પણ ૯૯ રૂપિયા આપીને પ્રાઈમ સર્વિસ લઇ લઇ શકશે. તેની જાણકારી કંપનીએ પોતાના એક નિવેદનમાં આપ્યું છે.

આ ઓફર સીમિત સમય માટે છે. આ ક્યારેય સમાપ્ત થશે તેના વિશેમાં કોઈ જાણકારી નથી. એવામાં વર્તમાન જિયો પ્રાઈમ સબ્સક્રાઇબરને આ મેમ્બરશિપને ફરીથી એક્ટીવ કરવી પડશે, જે જિયો એપ્પ દ્વારા કરી શકાશે.

D4221E359691406Fbc236A2D7Cdb19C0D023A01Eમફત સેવા માય જિયો એપ્પ દ્વ્રારા મેળવી શકાશે. સૌથી પહેલા માય જિયો એપ્પમાં જાઓ, ફરીથી ૧૨ મહિનાની કૉમ્પ્લમેન્ટરી મેમ્બરશિપમાં પોતાની રૂચી દેખાડો. ત્યાર બાદ તમારી જિયો પ્રાઈમ સબ્સ્ક્રિપ્શન ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, જિયો પ્રાઈમ સબ્સ્ક્રિપ્શનના આધારે, પહેલાની જેમ યુઝર સસ્તા ભાવમાં રિચાર્જ પેકેજ અને જિયો એપ્સને મફત સબ્સ્ક્રિપ્શન મળતું રહેશે.

તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જિયો પ્રાઈમ મેમ્બરશિપના આધારે જિયો યુઝર્સને મફત વોયસ કોલ્સ, એમએમએસ અને જિયો એપ્સ જેમાં જિયો મ્યુઝીક, જિયો ટીવી વગેરે જેવી સુવિધા સસ્તા ભાવ પર મળશે. તેના સિવાય નોન જિયો પ્રાઈમ યુઝર્સ કરતા ઈન્ટરનેટ ડેટા પણ વધુ મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.