Abtak Media Google News

ભારતીય કિશાન સંઘનું જિલ્લા કલેકટરને આવેદન: ૨ થી ૩ દિવસમાં ઘાસ વિતરણ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુઓ માટે રાહતદરે ઘાસ વિતરણ કરવાની જાહેરાત થઈ ગઈ હોવા છતાં રાજકોટ જિલ્લામાં ઘાસ વિતરણ શરૂ કરવામાં ન આવતા પશુ પાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મામલે ભારતીય કિશાન સંઘે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી જો ૨ થી ૩ દિવસમાં ઘાસ વિતરણ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Advertisement

અછતગ્રસ્ત તાલુકાઓમાં રાહતદરે ઘાસ વિતરણ કરવાની કામગીરી શ‚ ન થતાં ભારતીય કિશાન સંઘ દ્વારા રેલી સ્વ‚પે કલેકટર કચેરીએ આવીને જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે, દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો આર્થિક હાડમારી સહન કરી રહ્યાં છે. તેવામાં જાહેરાત થઈ ગઈ હોવા છતાં પણ પશુ પાલકોને રાહતદરે ઘાસ વિતરણ કરવાની કામગીરી ઠપ્પ પડી છે. વહેલીતકે આ કામગીરી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત થઈ શકે તેમ છે.

વધુમાં જણાવાયું હતું કે, કિશાન સંઘ દ્વારા સર્વે કરેલ ચેકડેમ તથા તળાવોના કામ તાત્કાલીક ધોરણે શ‚ કરવામાં આવે. પાક વિમો ફેબ્રુઆરી મહિનામાં જ મળી રહે, કૃષિ ક્ષેત્રની ચીજવસ્તુઓ પરથી જીએસટી હટાવી દેવામાં આવે, ભુંડ અને રોઝની સમસ્યા નિવારવા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે. આ સાથે જો ૨ થી ૩ દિવસમાં ઘાસ વિતરણ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.