Abtak Media Google News

આપ સૌ જાણો જ છો કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાલ કોરોના સંક્રમણના કેસ વધતા જાય છે. આ પરિસ્થિતિમાં એસોસિએશન તેની નૈતિક જવાબદારીરૂપે આપને સ્વૈચ્છિક રીતે આપના વ્યવસાય વહેલા બંધ કરવાની અપીલ કરે છે.

કોરોના મહામારીએ પ્રમાણમાં સેઈફ ગણાતા રાજકોટ શહેરને પણ ભરડામાં લીધું છે. આપણી બજાર ગીચ હોય, સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ન શકાય તેમ હોય અને તેથી સંક્રમણની શક્યતા વધી જતી હોય છે. આવા બધા કારણોસર હાર્ડવેર એસોસિએશન રાજકોટ આપ સૌ વેપારી ભાઇઓને અપીલ કરે છે કે આપના વ્યવસાય તારીખ ૧૨ જુલાઈ, ૨૦૨૦ થી સવારે ૮ થી બપોરે ૬ વાગ્યા સુધી ખુલ્લા રાખી ત્યારબાદ સ્વેચ્છાએ બંધ રાખવા અપીલ કરે છે તેમજ જે કોઈ આ નિયમ નું ઉલ્લંઘન કરશે તેમને રૂ.૫૦૦/- નો દંડ ભરવાનો રહશે.

અનલોક કરવું એ સરકારની મજબુરી છે. પરંતુ જો આપણી કોઈ મજબુરી ન હોય તો થોડા અઠવાડિયા બહાર નિકળવાનું ટાળીએ. બહાર નિકળવાનું બને તો માસ્ક અવશ્ય પહેરવું. માસ્ક કદાચ કોઈને ફાવતું ન હોય એવું બને પણ યાદ રાખશો કે માસ્ક પહેરવાથી સંક્રમણનું જોખમ 95 ટકા સુધી ઘટી જાય છે, તેથી હાલના સમયે માસ્ક શ્રેષ્ઠ મિત્ર છે.

સારા-માઠા પ્રસંગોએ ટોળામાં એકઠા થવાનું ટાળો. બહુ જરૂરી કામ સિવાય અન્ય લોકોને મળવાનું ટાળો, હાલની સ્થિતિમાં એ ખુબ જ જોખમી છે. આવા ટોળામાં કોઈ એક સંક્રમિત વ્યક્તિ હોય તો એ અનેક લોકોને સંક્રમિત કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.