Abtak Media Google News

જેટ એરવેઝને બચાવવા ગોયલને હટાવાયા!!!

હાલ હવાઈ મુસાફરી પહેલાની જેમ લકઝરી નથી પરંતુ જરૂરીયાત બની ગઈ છે. સરકારની ઉદાસીનતા પણ વિકાસને જે વેગ મળવો જોઈએ તે મળતો નથી. હાલ સૌરાષ્ટ્રમાં ડબલ ટ્રેક ટ્રેનની સુવિધા ઉપલબ્ધ નથી કારણ કે તેની કામગીરી ખૂબજ ગોકળ રીતે ચાલી રહી છે. ત્યારે વાત કરવામાં આવે રાજકોટ ખાતે ૨૭૦૦ એકરમાં જે ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે તેમાં જો ફલાઈટ પુરતી નહીં હોય તો તેનો શું મતલબ. ત્યારે જેટ એરવેઝ ફરી ગતિ પકડશે તે વાત પણ સાચી છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા જેટ એરવેઝના ચેરમેન પદ અને બોર્ડ મેમ્બર્સમાંથી નરેશ ગોયલ અને તેમના પત્ની અનીતા ગોયલે રાજીનામુ આપી દીધુ છે. દેવાદારો સાથેની રીઝોલ્યુશન પ્લાન અંતર્ગત સોમવારે મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. એરલાઈન્સે જાણકારી આપી છે કે, એસબીઆઈના નેતૃત્વમાં એરલાઈન્સના દેવાદારોના રીઝોલ્યુશન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.

જેમાં જેટના દેવાના શેરમાં બદલવા અને ૧૫૦૦ કરોડ રૂપિયાનું ફંડીંગ તાત્કાલીપ ઉપલબ્ધ કરવાની પણ છે. જેટ એરવેઝ પર ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું દેવું ત્યારે એર લાઈન્સને દેવાથી બચાવવા અને રોકડ રૂપિયાની ખૂબજ જરૂર છે ત્યારે બેંકોએ ગત સપ્તાહમાં સંકેત આપ્યા હતા કે જેટ મેનેજમેન્ટ બદલાવ થાય બાદ એર લાઈન્સમાં વધુ રોકડ લગાવી શકે છે.

જેટ એરવેઝના શેરમાં ૧૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જયારે ગોયલે રાજીનામુ આપ્યુ હતુ. એનએસઈ પર ૧૫.૪૬ ટકાના વધારાની સાથે જેટનો શેર ૨૬૧ રૂપિયા પર બંધ થયો હતો જયારે બીએસઈ પર ૧૨.૬૯ના ઉછાળા સાથે ૨૫૪.૨૦ રૂપિયાએ બંધ થયો હતો.જેટ એરવેઝના પાયલોટસ અને એન્જીનીયરોને છેલ્લા ત્રણ મહિનાથી તેનું વેતન મળ્યું નથી. પાયલોટસે જણાવ્યું હતું કે, જો ૩૧ માર્ચ સુધી વેતન નહીં મળે તો ૧લી એપ્રીલથી તેઓ પ્લેન ટેકઓફ નહીં કરે તેવી પણ ચેતવણી આપી હતી. લીઝ રેન્ટ ન ચૂકવતા જેટના ૫૪ વિમાન ટેકઓફ નથી થઈ શકયા ત્યારે એરલાઈન્સે આંતરરાષ્ટ્રીય રૂટ પર એપ્રીલ અંત સુધી ઉડાનો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.