Abtak Media Google News

કેટલાક વ્હિસલ બ્લોરની ફરીયાદના આધારે તપાસ કરતાં ઓટોલોન પોર્ટફોલિયોમાં ગડબડી સામે આવતા રૂ ૧૦ કરોડનો દંડ ફટકારાયો

બેન્કોને ગ્રાહકોના હપ્તાની મોડી ચૂકવણી, ડિફોલ્ટર જાહેર થવા વગેરે જેવા પરિબળો માં વધુ રસ હોય છે. આ પાછળનું સ્વભાવિક કારણ એ છે કે બેંકોને આમ થવાથી વ્યાજ ઠીક પણ આ સાથે વ્યાજનું વ્યાજ મળે છે. આ જ ચક્કરમાં દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી ફસાઈ છે. ઓટો લોનમાં પોતાની ધોરાજી ચલાવનાર આ બેંકને રિઝર્વ બેંકે ૧૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારી લપડાક લગાવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ બેંકિંગ નિયમોના ભંગ અંગે કડક કાર્યવાહી કરતાં આ  આદેશ જારી કર્યો છે.

સેન્ટ્રલ બેંકે કાર લોન આપવામાં ગડબડી કર્યું હોવાનું વ્હીસલ બ્લોવર એટલે કે ફરિયાદ અંગે જાણ કરતા બહારના લોકો દ્વારા જાણવા મળ્યું છે. આ ફરિયાદોને પગલે સેન્ટ્રલ બેંક આરબીઆઈએ એચડીએફસી બેંકની કાર/ઓટો લોન પોર્ટફોલિયોની તપાસ કરતા ઘણી ગેરરીતિઓ સામે આવી છે જેના પગલે રિઝર્વ બેંકે લાલઘુમ થઈ એચડીએફસીને રૂપિયા ૧૦ કરોડનો દંડ ઠોક્યો છે.

એક વ્હિસલ બ્લોઅરે આ મામલે આરબીઆઈને ફરિયાદ કરી હતી. રિઝર્વ બેંકે તેની તપાસમાં જારી કરાયેલ કારણદર્શક નોટિસમાં આ બાબતને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ -૧૯૭૯ ની કલમ -૮ અને કલમ -૬ (૨) નું ઉલ્લંઘન કર્યુ હોવાનું જણાયું છે. તેમણે એચડીએફસી બેંકને શો કોઝ નોટિસ પાઠવી પૂછ્યું છે કે તેમને દંડ કેમ ન કરવો જોઇએ ? આરબીઆઇની આ આકરી કાર્યવાહીથી ગેરરીતિ સામે આવતા ઘણાં ગ્રાહકો આનાથી પ્રભાવિત થશે.અને જે જે ગ્રાહકોએ ઓટોલોન લીધેલ છે તેમની સાથે પણ ચેડાં થયેલની આશંકા ઉપજી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.