Abtak Media Google News

આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનર એચ.કે.કગરાએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૨૦૧૯ વર્ષ માત્ર મારા માટે કે, મહાપાલિકા માટે નહીં પરંતુ સમર્ગ દેશ માટે પ્રગતિકારક રહ્યું છે. સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેકટોમાં પણ શહેરમાં સારી એવી પ્રગતિ થવા પામી છે. ગત વર્ષે કાર્પેટ એરીયાની અમલવારી કરવામાં આવી હતી. જાન્યુઆરીથી લઈ માર્ચ સુધીમાં ટેકસના રૂા.૨૪૫ કરોડના ટાર્ગેટને પૂર્ણ કરવા ખુબજ મહેનત કરી અંતિમ દિવસોમાં સારી વસુલાત થતા ટેકસની આવક પેટે રૂા.૨૪૮ કરોડે પહોંચી. એસ્ટેટ અને દબાણ હટાવ શાખાની કામગીરી પણ ઉત્કૃષ્ટ રહી. આગામી વર્ષ અર્થાત ૨૦૨૦માં રાજકોટની તમામ મિલકતોની જીઓ ટેગીંગ કરવાનું લક્ષ્યાક છે. એસ્ટેટ શાખામાં પણ શોપીંગ સેન્ટરોના ભાડા ઓનલાઈન વસુલી શકાય તે માટે કોમ્પ્યુટરાઈઝ સીસ્ટમ શરૂ કરવામાં આવશે. ઓડીટોરીયમનું બુકિંગ પણ ઓનલાઈન કરવાની કામગીરી હાલ ગતિમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.