Abtak Media Google News

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ,ગવરીદડ  દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (ઈજછ) ફંડ યોજના હેઠળ મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી નાગલપર પ્રાથમિક સ્કૂલમાં બાળકો માટે લોકાર્પિત કરાયું

રાજકોટ જિલ્લા સ્થિત નાગલપર ગામની પ્રાથમિક શાળા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમી ક્ષેત્ર પાઇપ લાઇન્સ-ગવરીદડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (ઈજછ) ફંડ હેઠળ મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી આપવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ સંસ્થાના કાર્યકારી નિર્દેશક શ્રી ડી.કે.બેનર્જી તથા જિલ્લા શિક્ષણ અધિકારી મેહુલભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે  ડી કે બેનર્જીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના ગ્રામજનોએ સ્થાનિક કક્ષાએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના વિકાસમાં મહત્વનો ફાળો ભજવ્યો છે. જેના ભાગરૂપે કોર્પોરેટ સામાજિક જવાબદારી (ઈજછ) ફંડ હેઠળ મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી આપવામાં આવ્યું છે. આમ, સમાજની કંપની પ્રત્યે અને કંપનીની સમાજ પ્રત્યેની જવાબદારી દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

આ તકે  બેનર્જીએ શાળાના બાળકોને ભણી ગણીને દેશની પ્રગતિમાં ભાગીદાર થવા આહવાન કર્યું હતું. તેમજ સંસ્થા  દ્વારા ભારતભરમાં કરતા સામૂહિક વિકાસના કાર્યોની જાણકારી બેનર્જી દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ચીફ જનરલ મેનેજર-ઓપરેશન ડી. શ્રીગણેશ, ચીફ જનરલ મેનેજર-માનવ સંસાધન અશોક જંબૂર, જનરલ મેનેજર-ઓપરેશન શ્રી યોગેશ વિજય, ગવરીદડ સ્ટેશનના ઈંચાર્જ શ્રી એ કે વર્મા, પાઇપ લાઇન ઓફિસર-ગવરીદડ  અકીલ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી  વંડરા, ગ્રામ સરપંચ  મનોજ સોલંકી સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાના મેદાનમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને, સ્વચ્છતા માટે સ્કૂલ તથા ગ્રામ પંચાયતને ડસ્ટબિન તથા સોલર લાઇટો આપવામાં આવી હતી. બાળકોને શૈક્ષણિક  કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.