Abtak Media Google News

સોફ્ટવેર એન્જીનીયર બન્યો ખેડૂત

અમેરિકાના નિ:રસ વાતાવરણમાં હું અંગત જીવનમાં ધ્યાન આપી શકતો નહોતો: સતિષકુમાર

કેટલાક લોકો સારી આવક મેળવવા વધુ નાણા આપતી નોકરી કરવા વિદેશ જતા હોય છે તો કેટલાક લોકો ત્યાં સ્થાયી થવાનું પણ પસંદ કરતા હોય છે પણ કર્ણાટકના એક સોફ્ટવેર ઈજનેરે અમેરિકાની ૧ લાખ પ્રતિ વર્ષ પેકેજ વાળી નોકરી ને ઠોકર મારી દેશમાં આવી પોતાના ગામમાં ખેતી શરૂ કરી છે. વ્યવસાયે સોફ્ટવેર એન્જીનીયર કર્ણાટકના સતિષકુમાર અમેરિકામાં ૧ લાખ ડોલર એટલે કે વર્ષે ૭૩.૨૫ લાખના પગાર પેકેજ સાથે નોકરી કરતા હતા. અમેરિકાની એ નોકરીને તેમણે ઠોકર મારી દેશમાં પરત ફર્યા છે અને કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં પોતાના ગામમાં ખેતી શરૂ કરી છે.

જો તેને મળતા વાર્ષિક પગારની ગણત્રી કરીએ તો તેને દર મહિને રૂ.૬ લાખથી વધુનો પગાર મળતો હતો. સતિષકુમાર અમેરિકાની આ નોકરીને નિ:રસ બતાવી છોડી દીધી હતી અને પોતાના વતન આવી ગયો.

તેમણે જણાવ્યું કે હું લોસએન્જલસમાં યુનાઈટેડ સ્ટેટસ અને દુબઈમાં કામ કરતો સોફ્ટવેર એન્જીનીયર છું અમેરિકામાં મને પ્રતિવર્ષ ૧ લાખ અમેરિકી ડોલર મળતા હતા હું એક નિ:રસ કામ કરતો હતો જે હવે મેં છોડી દીધું છે.

ત્યાં કામ કરવામાં કોઈ પડાકર ન હતો અને મારા અંગત જીવનમાં પણ ધ્યાન આપી સકતો ન હતો એટલે મેં મારા ગામ આવવાનો નિર્ણય કર્યો હતો અને છેલા બે વર્ષથી ગામમાં જ ખેતી શરૂ કરી છે. ગત મહીને મેં બે એકર જમીનમાં મકાઈની ખેતી કરી હતી અને એ ઉપજ મેં અઢી લાખમાં વેચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.