Abtak Media Google News

૨૬/૧૧ના હુમલામાં સંડોવાયેલા લશ્કર એ તૈયબાના બંને આતંકીઓને અમેરિકા કોર્ટે ૩૫ વર્ષની સજા ફટકાર્યા બાદ એનઆઇએની ટીમ બંનેનો કબ્જો લેવા અમેરિકા પહોંચી

મુંબઇના ૨૬-૧૧ના હુમલાના કાવતરાખોર ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને અમેરિકા જેલમાંથી ભારત લાવવા એનઆઇએની ટીમે ગતિવિધી તેજ બનાવી છે. ગત ૧૩ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની ટીમ અમેરિકા ગઇ હતી. અને બંને આંતકીઓને ભારત લાવવા પ્રત્યાપર્ણના પ્રયાસ શરૂ કર્યા છે.

એનઆઇએની ટીમે અમેરિકાના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી એવી આશા સેવાઇ રહી છે કે ટૂંક સમયમાં બંનેને ભારત લાવી શકાશે. હેડલી અને રાણા અમેરિકાની જેલમાં બંધ છે. બંને આંતકી સંગઠની લશ્કર એ તૈયબાના અંડરકવર એજન્ટ તરીકે કામ કરતા હતા. અગાઉ હેડલી વીડિયો કોન્ફરન્સ મારફતે મુંબઇની કોર્ટમાં હાજર રહી ચુકયો છે. હેડલી પાકિસ્તાન મુળના અમેરિકન નાગરિક છે. જ્યારે તહવ્વુર રાણા પાકિસ્તાન મુળના કેનેડીયન નાગરિક છે અને શિકાંગોમાં ઇમિગ્રેશન વેપાર કરે છે અને હેડલીના સાગરીત તરીકે કામ કરતો હોવાથી મુંબઇ હુમલાના કાવતરામાં સામેલ થયો હતો.

૨૬-૧૧ના હુમલા પૂર્વે હેડલી અનેક વખત ભારત આવી કયાં કયાં હુમલો કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી. વર્ષ ૨૦૦૫થી ૨૦૦૮ સુધીમાં તે પાંચ વખત ભારત આવી જયાં જયાં હુમલા કરવાના હતા તે સ્થળના તેને ફોટા લીધા હતા.

મુંબઇ હુમલાના કાવતરાખોર હેડલી અને તહવ્વુર રાણાને અમેરિકા કોર્ટે ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ તકસીરવાન ઠેરવી ૩૫ વર્ષની સજા ફટકારી હતી. ભારત અને અમેરિકા વચ્ચે એકસ્ટ્રાડિશન ટ્રીડ ૧૯૯૭ હેઠળ ભારત લાવી શકાશે તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.