Abtak Media Google News
  • 4 કરોડથી વધુનું ત્રણ દિવસમાં વ્યાપાર: શહેરીજનોનું ફેમિલી ફાર્મર તરીકે ખેડૂતો જોડે સીધુ જોડાણ

રાજકોટના આંગણે ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં “ઓર્ગેનિક ખેડૂત હાટ” મહોત્સવ કાલાવડ રોડ સ્થિત યોગીધામ – આત્મીય યુનિવર્સિટી કેમ્પસ મા ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો. જી.સી.સી.આઈ. (ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઇઝડ ઈન્ડસ્ટ્રી)  યોગીધામ – આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમવાર આટલો સુઆયોજીત ઓર્ગેનિક ખેત પેદાશોના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આત્મીય યુનિવર્સિટી યોગીધામ કેમ્પસના ચાન્સેલર પરમ પૂ.સ્વામી ત્યાગવલ્લભ સ્વામીએ વિશાળ કેમ્પસમાં બે મોટા હોલ અને અન્ય બધી જ સુવિધાઓ પૂરી પાડી હતી. જીગ્નેશભાઈ રાઠોડ અને અતુલભાઇ પટેલે ત્રણેય દિવસ વ્યવસ્થામાં પૂર્ણ સહકાર આપી ઓર્ગેનિક ખેડૂત હાટને સફળ બનાવવામાં તનતોડ મહેનત કરી હતી. નવરંગ નેચર ક્લબના વી.ડી.બાલા સાહેબ હોલ અને સ્ટોલ્સની સંપૂર્ણ વ્યવસ્થા માટે વહેલી સવારથી મોડી રાત્રે સુધી ખડે પગે રહ્યા હતા. વિશાલભાઈ ચાવડાએ સ્ટોલ પસંદગી અને તેમને પડતી નાની મોટી મુશ્કેલીઓ દૂર કરવામાં સતત મહેનત કરી હતી.

1 1 22

આ મેળામાં લોક શિક્ષણ અર્થે પૌષ્ટિક આહાર, ઓર્ગેનિક ખેતીની પદ્ધતિઓ, વિશિષ્ટ ગુણધર્મો વાળી વનસ્પતિનું પ્રદર્શન લોકોએ નિહાળ્યું હતું. ઓર્ગેનિક ખેતીના ફાયદા જાણ્યા હતા. હિમાંશુભાઈ લીંબાસીયા ની ટીમે રોજ મૂલ્ય વર્ધન, પેકિંગ, ગ્રેડીંગ, માર્કેટીંગ, સ્ટાન્ડર્ડાઈઝેશન, ઓર્ગેનિક સર્ટીફીકેશન તથા કિચન અને ટેરેસ ગાર્ડન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

વિશાળ હોલની બહારના ભાગે શેરડીનો રસ, ઉનાળાની ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી. કિચન ગાર્ડન માટેનું નિદર્શન, કલમી રીંગણ, ટમેટા, મરચીના રોપા, નર્સરીના રોપાનું વિતરણ તેમજ વિશ્ર્વ નિડમના જીતુભાઈ દ્વારા નિ:શુલ્ક પુસ્તક વિતરણનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

વર્ષોથી પોતાની સૂઝબુઝ અને ટ્રેનીંગ બાદ ઓર્ગેનિક ખેતી ઉત્પાદન કરતા ખેડૂતોનો પૂરો ઇતિહાસ ચકાસી, સરકારી પ્રમાણપત્રો સાથે ગામના સરપંચ, તલાટી મંત્રી, ગ્રામ સેવક, પ્રાથમિક શાળાના આચાર્ય અને શેઢા પાડોશી ખેડૂતની સહી બાદ જ આ ઓર્ગેનિક ખેડૂત હાટમાં  પોતાની જણસ – ઉત્પાદનો કે મૂલ્યવર્ધન સાથેની પ્રોડકશનની પરવાનગી આપવામાં આવી હતી. આમ એમ કહી શકાય કે કડક માપદંડો અપનાવવામાં આવ્યા હતા. જેથી ઉપભોકતા – ગ્રાહકોનો પૂર્ણ વિશ્ર્વાસ જીતી શકયા હતા.

ગ્રામ્ય વિસ્તારની બહેનો પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી, ગામમાં જ પ્રોસેસીંગ પ્લાન્ટ નાંખી વેલ્યુ એડીશન સાથે આકર્ષક પેકિંગ સાથે કિફાયતી ભાવે અનેકવિધ ખેતીની જણસો, ગુલાબજળ, જ્વારા, મશરૂમ, ઘઉંનો પોંક, શીંગદાણા પ્રદર્શન અને  વેચાણ માટે લાવી હતી. થાક – કંટાળો દૂર કરી તાજગી ભર્યા ચેહરા માટે સંશોધન કરેલી ક્રીમ, પગના તળીયે ઘસવા માટે પંચગવ્ય સાથે ઔષધ યુક્ત લોશનની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી હતી.Screenshot 3 11

ગામડે ખેતી કરતા ખેડૂતોની સાથે ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની (એફ.પી.ઓ) બનાવી ઓર્ગેનિક ખેત પેદાશ કરતા અને વિશેષ  મૂલ્યવર્ધન કરી આકર્ષક પેકીંગ સાથે સાત્વિક જીવન જીવતા અનેક યુવા  -યુવતી પણ આ તરફ વળ્યા છે, જે આનંદની વાત છે. આવા યુવા ઉદ્યોગ સાહસિકોને બિરદાવવામાં આવ્યા હતા. સવારના 08:00 વાગ્યાથી શરૂ કરી રાત્રિના 10:00 વાગ્યા સુધી સતત પબ્લીકના ધસારા વચ્ચે મેળો ભવ્યાતિભવ્ય બની રહ્યો હતો. લોકોના મુખે આયોજકો પ્રત્યે અહોભાવ અને પ્રશંસા વ્યક્ત થતી જોવા મળી હતી.

ડો.વલ્લભભાઈ કથીરિયાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા પ્રથમ ઓર્ગેનિક ખેડૂત હાટનું ઉદ્ઘાટન આર્ષ વિદ્યા મંદિર, મુંજકા ના સ્થાપક અને હિન્દુ આચાર્ય સભાના જનરલ સેક્રેટરી પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી, ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી અને ઇફ્ફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, આત્મીય યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર ડો.શીલા રામચંદ્રન તેમજ ગણમાન્ય રાજકીય અને સામાજિક મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, પેસ્ટીસાઈડ, ઓર્ગેનિક ખેતી માટે સબસીડી સહિતના પ્રોત્સાહન આપનારી અનેક સરકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે વિગતવાર છણાવટ કરી હતી. વર્તમાન સરકારની ઓર્ગેનિક – ગૌ આધારિત ખેતી પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આત્મીય યુનિવર્સિટીના પ્રો.ચાન્સેલર ડો.શીલા રામચંદ્રને યુનિવર્સિટી દ્વારા ખેતી – ગૌપાલન વિષયક અભ્યાસક્રમો અને પ્રદર્શન – નિદર્શન, ગૌશાળા, પંચગવ્ય વગેરે બાબતે માર્ગદર્શન આપી યુનિવર્સિટી દ્વારા ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર જેવા વિભાગ શરૂ કરવા યુવા કૃષિ ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા અંગે મનનીય પ્રવચન આપ્યું હતું.

ડો.વલ્લભભાઈ કથીરિયાએ “ઓર્ગેનિક ખેડૂત હાટ” પૂર્વભૂમિકા, આયોજન અને ભાવિ ફૂલશ્રુતિ અંગે માહિતી આપી હતી. શ્રી પ્રવીણભાઈ આસોદરીયા એ ખેડૂતોના ચયન અને ખેતપેદાશો અંગે માહિતી આપી હતી. વિશાલભાઈ ચાવડાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન મિતલ ખેતાણી અને આભાર વિધિ વી.ડી.બાલા એ કરી હતી. ઉપસ્થિત મહેમાનોનું શાલ, પુસ્તક, ફુલહાર અને મોમેન્ટો આપી કાર્યકર્તાઓ દ્વારાસ્વાગત કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવો એ એક – એક સ્ટોલની મુલાકાત સ્ટોલ ધારકોને બિરદાવ્યા હતા. એકંદરે ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં અને તેના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરવામાં આ મેળો ખૂબ જ સફળ રહ્યો હતો. ખેડૂતોને ઉપભોક્તા શહેરીજનો સાથે સીધો સંપર્ક કરાવી અપાયો હતો. શહેરીજનોને એકી સાથે એક જ સ્થળે અનેક ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ થયા હતા. ઘણા ખેડૂતો ઘણા શહેરીજનોના ફેમિલી ફાર્મર બની શક્યા કેટલાક ગ્રાહકો એ વર્ષ આખા માટે ખરીદી કરી તો કેટલાકે એડવાન્સ ઓર્ડર આપી દીધા. કેટલાક વ્યાપારીઓને એક્સપોર્ટ – ઈમ્પોર્ટ કરવા માટે પ્લેટફોર્મ મળ્યું અને યુવા ધનને ઓર્ગેનિક ખેત પેદાશોના બિઝનેસ તરફ વળવાનો નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો.આમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોને સધ્ધર કરવાના અને દેશવાસીઓને નિરોગી બનાવવાના સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્રના સંકલ્પને આગળ વધારવામાં આ મેળો એક માધ્યમ બન્યું તેનો આયોજકોને આનંદ થયો.ભારતનાં જાણીતા એક્સપોર્ટર હરીશભાઈ લાખાણી, ભરતભાઈ પેલીકન, જ્યોતીન્દ્રભાઈ મહેતા, હિરેનભાઈ હાપલીયા,ભરતભાઈ મહેતા, ભરતભાઈ પરસાણા, રાજાભાઈ – વાવડી, પરસોત્તમભાઈ કામાણી, દિનેશભાઇ પટોડિયા, બાવનજીભાઈ મેતલિયા, ચંદુભાઈ હુંબલ, વિજયભાઈ ડોબરિયા,  અલ્કેશભાઇ ચાવડા, અરવિંદભાઈ પટેલ, અમિતભાઈ શિયાણી ગણેશ મંડપ સર્વિસના દિપકભાઈ પટેલ, પાયલ ડેકોરેશન ના જગદીશભાઈ પટેલ સહિતનાં અગ્રણીઓનો ઓર્ગેનિક ખેડૂત હાટને સફળ બનાવવા સતત સહકાર મળ્યો હતો.

“ઓર્ગેનિક ખેડૂત હાટ” કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ રામજીભાઈ અને રમાબેન માવાણી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, ડો.હેમાંગ વસાવડા, વિક્રમભાઈ પુજારા, વિનુભાઈ ઘવા, ભુપતભાઈ બોદર, શાંતુભાઇ રૂપારેલીયા, રાજુભાઈ મહેતા, ભરતભાઈ મહેતા, જ્યોતિબેન ટીલવા, અનુપમભાઈ દોશી, જયેશભાઈ બોઘરા, જીમ્મીભાઈ દક્ષીણી, મનીષભાઈ રાડિયા, શૈલેષભાઈ સગપરિયા, કિશોરભાઈ આંદીપરા, સંજયભાઈ રંગાણી, હિરેનભાઈ હાપલીયા, બકુલ રાજાણી, નિતિનભાઈ નથવાણી, સ્વસ્તીક દીદી, વી.પી. વૈષ્ણવ, પરસોતમભાઈ કમાણી, ચેતનભાઈ રામાણી,અતુલભાઈ શેઠ, ચમનભાઈ સિંધવ,ગોવિંદભાઇ પટેલ, બાવનજી ભાઈ મેતલીયા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, ડો.દર્શનાબેન, નિલેશભાઇ ખૂંટ, ઘનશ્યામભાઈ હેરભા, તુષાર મહેતા, આર.એસ.એસ.ના અગ્રણી દિનેશભાઈ પટેલ, હરેશભાઈ વોરા, રાજેશભાઈ પરસાણા, પ્રવીણભાઈ જસાણી, અર્જુનભાઈ શિંગાળા, રાજીવભાઈ દોશી, હંસરાજભાઈ ગજેરા, કાંતિલાલભાઈ સોરઠીયા, પરસોતમભાઈ પિપળીયા, કૌશિકભાઇ મહેતા, નિલેશભાઈ પંડયા, કિશોરભાઈ, મહેન્દ્રભાઈ ટાંક, ગોવિંદભાઈ ખૂંટ, શંભુભાઈ પરસાણા, મૌલિકભાઈ બગડાઈ, નરેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ ઉપાધ્યાય, રાકેશભાઈ દેસાઈ, જીમ્મી અડવાણી, શિવલાલભાઈ બારસિયા, પી.આર.ધોળકિયા, નિલયભાઈ ડઢાણીયા, જયભાઈ માવાણી, ગોરધનભાઈ ધામેલીયા, સમીરભાઈ શાહ, ડો.ભાવિન કોઠારી, ડો. શીલુ સાહેબ, ડો. ઉપાધ્યાય, હરેશભાઈ કાનાણી, સંજયભાઈ મોલીયા, સંજયભાઈ રંગાણી, સુનિલભાઈ મહેતા, કિશોરભાઈ ટીલાળા, જયંતીભાઈ સરધારા, અરૂણભાઇ દવે, પ્રફુલભાઈ ગોસ્વામી, વિનોદભાઈ લાઠીયા ડો.કિરણ અવાસીયા, અપુલભાઈ દોશી, ઉમેશભાઈ મહેતા, મુકેશભાઈ મેરજા, ભરતભાઈ સુરેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા અનેક સંતો, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના વડા, ચેમ્બર ઓફ કોમર્સ, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, વિવિધ બેંકના આગેવાનોએ “ઓર્ગેનિક ખેડૂત હાટ” મુલાકાત લઇ ખેડૂતોને બિરદાવ્યા હતા. સમગ્ર આયોજનમાં જી.સી.સી.આઈ., આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચરલ ક્લબના ડો.વલ્લભભાઈ કથીરિયા, જીગ્નેશ રાઠોડ, રમેશભાઈ ઘેટીયા, મિતલ ખેતાણી, વિશાલભાઈ ચાવડા, વીરાભાઈ હુંબલ, વી.ડી બાલા, પ્રવીણભાઈ આસોદરીયા, દિનેશભાઇ પટેલ, હિમાંશુભાઈ લીંબાસીયા,ગોપાલભાઈ બાલધા, વિનોદભાઇ કાછડીયા, દિલીપભાઈ સખિયા, તુષાર પટેલ, કૌશિક પટેલ, રમેશભાઈ પરમાર, તેજસ ચોટલિયા, હરેશભાઈ પંડયા, મુરલીભાઈ દવે, અરુણ નિર્મળ, નિલેશ શાહ, કાળુ મામા, પ્રભાતભાઈ ડાંગર,અતુલભાઇ ગોંડલીયા, શિવલાલભાઈ લિંબાસિયા, જીગ્નેશભાઈ વિસોલીયા, ઉત્તમભાઈ જાની, પ્રશાંતભાઈ વાણી, વિશ્વેશભાઈ ધોળકિયા, કિશનભાઇ લશ્કરી, માલદે કેસરિયા, સુરેશ પરમાર, અશોક હિંડોચા, પ્રવીણ પરસાણા, રાજેશ ગોંડલિયા, ભાવિન ગઢવી, નવનીત અગ્રાવત, છગનભાઈ કથીરિયા, મનોજ શાહ, વિશાલ કોઠારી, નીલ વિઠલાણી, નૂતન સાવલિયા, મનીષ માયાણી, અરવિંદ સોજીત્રા, હરગોવિંદભાઈ આશર, કાંતિભાઈ ભૂત, દિલીપ કલોલા, ,સુરેશ અમીપરા તેમજ કાન્તાબેન કથીરિયા, રેશ્માબેન સોલંકી , રમાબેન હેરભા,ડો.વિશ્વા કામદાર, વૈશાલીબેન આશર, નયનાબેન મકવાણા, નયનાબેન વઝીર, શિલ્પાબેન મહેતા, તુપ્તિ રાજવીર, રચનાબેન રૂપારેલ, શીતલ કારીયા, રોનકબેન પારેખ, બીના રઘુવંશી,જાગૃતિ ખીમાણી, શૌભાબેન સૌમેયા, છાયાબેન જોશી, હીમાબેન શાહ, સહિતના અનેક કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક સેવા પ્રદાન કરી “ઓર્ગેનિક ખેડૂત હાટ” સફળ બનાવી હતી.Screenshot 2 14

“ઓર્ગેનિક ખેડુત હાટ” પૂર્ણ થતા સ્ટોલ હોલ્ડર્સોને સર્ટિફીકેટ એનાયત

આ ઓર્ગેનિક ખેડૂત હાટમાં સુરત, ડાંગ થી લઇ પાટણ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનાગર રાજકોટના ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોએ ઉમળકા ભેર ભાગ લીધો હતો અને આયોજકો પ્રત્યે કૃતજ્ઞતા અનુભવી હતી. હોલમાં સુચારૂ વ્યવસ્થા, લાઈટ, પાણી – ભોજન, આરામની સુવિધાથી ખુશી અનુભવી હતી. વિના વિઘ્ને ત્રણ દિવસનો મહોત્સવ પૂર્ણ થયો હતો. બધા જ સ્ટોલ હોલ્ડર્સને સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા.

ગાયના ગોબરમાંથી ગૃહ સુશોભન સહિતની વસ્તુઓ ઉપલબ્ધ

ગાયના ગોબર માંથી બનાવેલા દેવી – દેવતાઓની મૂર્તિઓ, આકર્ષક વર્લી પેઇન્ટીંગ સાથેની ગોબર થાળી, દિવા, માળા તેમજ ગૌમુત્રમાંથી બનાવેલ અર્ક, સાબુ, શેમ્પૂ, બોડી લોશન, ઇમ્યુનીટી બુસ્ટર જેવી પંચગવ્ય પ્રોડક્ટસ ની ખરીદી માટે ધસારો જોવા મળ્યો હતો. ગીર ગાયનું શુદ્ધ ઘી, એ-2 દૂધ, નસ્ય ડ્રોપ, એનર્જી ક્રીમ લોકોએ હોંસે હોંસે ખરીદ્યા હતા. કિશોરભાઇ વોરાના ગાયનો ગોબરમાંથી બનાવેલ પ્રાકૃતિક પેઈન્ટનો સ્ટોલ ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો હતો.Screenshot 1 2 11

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ

રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઓર્ગેનિક ખેડૂત હાટમાં ત્રણેય દિવસ પ્રસાદી રૂપે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે. રાજકોટના આંગણે  તા. 12થી 14 એપ્રિલ  સુધી કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં ત્રણ દિવસ માટે ઓર્ગેનિક ખેડૂત હાટના માધ્યમથી ઓર્ગેનિક ખેત પેદાશોના પ્રદર્શન – વેચાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઓર્ગેનિક ખેડૂત હાટમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પ્રસાદી રૂપે નિ:શુલ્ક છાશ અને લસ્સી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા, સાધના અને સમર્પણનાં ભાવ સાથે હતાશ અને નિરાશ માનવીનાં ચહેરા પર સ્મિત લાવવું અને અબોલ જીવોને શાતા પમાડવી એ જ એમના પ્રયાસો હોય છે.

ઓર્ગેનિક ફસલ ઉગાડનાર ખેડૂતોને અને વપરાશ કારો વચ્ચે સેતુ બન્યા :ચેરમેન ડો.વલ્લભ કથીરિયા

જીસીસીઆઈના સ્થાપક ચેરમેન ભારત સરકારના પૂર્વ મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા ના સીધા માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના કેપિટલ એવા રાજકોટમાં યોજાયેલા મેળામાં ફક્ત અને ફક્ત શુદ્ધ અને સાત્વિક પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા 85 જેટલા ખેડૂતોએ ભાગ લઈ અને રાજકોટના શહેરીજનોને ઓર્ગેનિક ઉત્પાદનનો સ્વાદ ચોખાડ્યો ખોરાકો ને કારણે થતા રોગો સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ વાયુ જળ અને ભૂમિ પ્રદૂષણથી ભયાનકતા સાથે વર્તમાનમાં ઝેર મુક્ત જમીન ફળદ્રુપ કરનારી પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીઓ અને માર્કેટિંગ સમસ્યા તેમ જ ઓર્ગેનિક હાથ પદ્ધતિને સમજનાર વર્ગોની વિશ્વસ નિયમ ઉપલબ્ધતા વિશે માર્ગદર્શન આપ્યું હતું ડોક્ટર વલ્લભ કથીરિયા અને તેમની ટીમ દ્વારા સમયાનુકુળ યથોચીત ઉત્પાદક વર્ગ અને ઉપભોક્તા વર્ગની જોડતી કડી બની પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.Screenshot 4 8

ઓર્ગેનિક ખેડૂત હાર્ટમાં ઘઉં મસાલા સહિતની અનેક સામગ્રીનો શહેરીજનોએ હોશે હોશે કરી ખરીદી

“ઓર્ગેનિક ખેડૂત હાટ “માંસુના મોતી ઘઉં, બાબરકોટનો બાજરો ભાલના ચણા, અને ઘઉં દેશી જુવાર, મગ ,અડદદાલ ,ડાંગ પ્રદેશની રાગી ,સેલમની ઓર્ગેનિક હળદર ,જીરું ,તલ જેવા મરી મસાલા છૂટક તેમજ એર પ્રુફ પેકિંગ સાથે વેલ્યુ એડિશન વાળી અનેક ખેત પેદાશો વિવિધ બાયો ફર્ટિલાઇઝર ઉત્પાદન શહેરીજનોએ હોશે હોશે ખરીદી કરી હતી. છેલ્લે દિવસે તો જથ્થો ઘટી પડતા ઓર્ડર બુક કરવા પડ્યા હતા. તેમજ ગીરની સમૃદ્ધ ઓર્ગેનિક કેસર કેરી લીલા કેળા ગુલકંદ ખજુરની ચટણી કાશ્મીરી મરચાની ચટણી એલોવેરા સ્કિન ફેસવોશ, શેમ્પૂ ,મશરૂમનો પાવડર મેથીની કોફી, ઓર્ગેનિક ગોળ, મગફળી અને તેનું તેલ બીટ ગાજર તરબૂચ દેશી બીજ અંજીર નો જ્યુસ અનેક પ્રકારની જંગલની જડીબુટ્ટીઓએ આકર્ષણ જમાવ્યું હતું

ત્રણ દિવસમાં અંદાજે 50,000 થી વધુ લોકોએ લીધી મુલાકાત

સવારે થી રાત્રિના દસ સુધીમાં જનતાનો અવરિત પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો ભદ્ર સુખી સમાજના લોકો આગેવાનો પ્રતિષ્ઠ ઉદ્યોગપતિઓ વ્યાપારીઓ સામાજિક આર્થિક સંગઠનના આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ અને સૌથી વિશાળ સંખ્યામાં માતૃશક્તિ હોય વિઝીટ કરી વિવિધ પેદાશોની ખરીદી કરી અને ખેડૂતોને ઉત્સાહમાં ત્રણ ગણો વધારો કર્યો હતો દિવસેને દિવસે લોકપ્રવાહ વધતો ગયું હતો ત્રણ દિવસમાં અંદાજે 50,000 થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. એકંદરે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં અને તેના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરવામાં આ મેળો ખૂબ જ સફળ રહ્યો હતો ખેડૂતોને ઉપભોક્તા શહેરીજનો સાથે સીધો સંપર્ક કરાવી આપ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.