Abtak Media Google News

ત્રણ લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસણી કરાશે

મહાનગરપાલિકા દ્વારા બાળકોના સ્વાસ્થ્યની જાવળણી માટે શાળા આરોગ્ય કાર્યક્રમ અમલમાં  મુકાયો છે. જેના અંતર્ગત શાળાઓમા ચકાસણી શરૂ થઇ ગઇ છે.

આંગણવાડીઓ તથા શાળાઓમાં બાળકોને વિવિધ રોગો પાંડુ રોગ, વિટામીન-એ ની ઉણપ, ગોઇટર તથા ચામડીના રોગ સહીતની સારવાર તથા રેફરલ સેવા આપવામાં આવી રહી છે. મ્યુનિ. કમિશ્નર પાનીના માર્ગદર્શન હેઠળ શહેરમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે.

શાળાએ જતા જન્મથી ૧૮ વર્ષની ઉંમર તમામ બાળકોની આરોગ્ય તપાસણી થાય છે. આનું મુખ્યત્વે હેતુ એ છે કે ભવિષ્યનો યુવાન કે જેને કોઇપણ જાતનો રોગ નો હોય, અને આપણું યુવાધનનું સક્ષમ આરોગ્ય હોય તે માટેનો છે. તેના માટે થઇ ગુજરાત રાજયની વાત કરીએ તો ૩ લાખથી વધારે બાળકોની આરોગ્ય તપાસણી થાશે. જે અંદાજીત દોઢ માસનો કાર્યક્રમ છે. જેમાં રાજકોટ શહેરમાં ૩૦ આરોગ્ય ટીમ છે. અને ૭૦૦ થી વધારે પેરામેડીકાલ સ્ટાફ છે. જે આ કાર્યક્રમનું અમલીકરણ કરશે આ કાર્યક્રમની અમલીકરણમાં સૌથી અગત્યની બાબતએ છે કે માથાથી લઇને પગ સુધીના તમામ રોગ વિશે ચકાસણી કરવામાં આવશે ખાસ કરીને હ્રદય, કીડની, કેન્સર ગંભીર છે. જેમાં ખરેખર આર્થિક રીતે મા-બાપને સગવડતા ન હોય તો તેની તમામે તમામ સારવાર વિના મૂલ્યે કરવામાં આવશે. અને આ રીતે બાળકોને ભવિષ્યમાં આશીર્વાદરુપ થાય તે રીતે કાર્ય કરવામ) આવે છે અને જે કાર્યવાહી કરવામાં આવે છે તે વિનામૂલ્યે કરવામાં આવે છે.

પ્રાથમીક તપાસણી છે જેમાં ૪૯૦૦૦ ની ચકાસણી કરવામાં આવી છે જેમાં ૧૯ એ હ્રદયના, ૭૭ કીડનીના, પ કેન્સરના આ શંકાસ્પદ છે. અને ૪૦૦૦ થીવધારે છે જેમને એનેમીયા છે. સાથે સાથે પ૦૦ જેટલા કાનના અને ગળાના છે. આ તમામે તમામનું સ્કુટીની કરી અને સીવીલ હોસ્પિટલ અને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચકાસણી માટે મોકલવામાં આવશે જયાં ફાઇનલ ડ્રાયગ્નાસિસ કરી જરુર જણાય તો રિપોર્ટ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.