Abtak Media Google News

ડો. હર્ષદભાઇ પંડીત વૈજ્ઞાનિક અને ઋષિમુનિઓના બતાવેલા ઉપચારોનું વિસ્તૃત માર્ગદર્શન આપશે

તાજેતરમાં અરવિંદભાઇ મણિઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ડો હર્ષદભાઇ પંડીતના સન્યાશ્રમ નિમિતે તા.૧ર ને રવિવારે સાંજે ૪ થી ૬ સ્થળ પેટ્રીયા સ્યુટુસ ગોવિંદભાઇ સોલંકીની વાડી પાસે એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે આરોગ્ય વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેની વિસ્તૃત વિગત આપવા ડો. હર્ષદભાઇ પંડીત, જાહનવીબેન લાખાણી અને સંજયભાઇ મોદીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આરોગ્યના ભેખધારી ડો. હર્ષદભાઇ પંડીત દ્વારા સાંધાના દુ:ખાવા, ડાયાબીટીસ, બાળકોના ડાયાબીટીશને દુર કરવા, કીડની પ્રોબ્લેમને દુર કરવા કોઇપણ જાતના દવા, ખર્ચ વિના વૈજ્ઞાનિક અને ઋષિ-મુનિઓના બતાવેલા ઉપચારોનું વૈજ્ઞાનિક અને સચોટ આરોગ્ય વિષયક માગદર્શન આપવામાં આવશે.

ડો. હર્ષદભાઇ પંડીતે વર્ષોથી તન,મન, ધનથી સ્વ ખર્ચે દેશ-પરદેશમાં ર૦૦ થી વધુ આરોગ્ય વિષયક સેમીનારો કર્યા છે. તેમના સેમીનારોના લાભ લેનાર અનેક દર્દીઓ જેઓ વર્ષોથી દર્દથી પીડાતા હતા તેઓ હર્ષદભાઇના માર્ગદર્શન થકી સાજા થઇ ગયાના અનેક કિસ્સાઓ છે. આરોગ્ય વિષયક બુકસ તેઓ સ્વખર્ચે બહાર પાડીને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ-ગુજરાતમાં નિ:શુલ્ક વિતરણ કરીને દેશી દવાનો ખુબ જ પ્રચાર- પ્રસાર કરીને આપણી ઋષિ મુનીઓની બતાવેલ સંસ્કૃતિ તરફ પાછા વાળીને દેશી દવા એજ ઉત્તમ દવા છે એ બાબત તેઓએ અનેક સેમીનારો દ્વારા સાબિત કરી છે.

ઉપરોકત આરોગ્ય વિષયક સેમીનારમાં રાજકોટના તમામ લોકો ભાગ લઇ શકશે. જેમાં માર્ગદર્શન અને ઉપાયો બતાવવામાં આવશે. તો જાહેર જનતાને સેમીનારમાં ભાગ લેવા નિમંત્રણ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.