Abtak Media Google News

બરાબર બોલી ન શકતા બાળકો અને પુખ્ત વયના લોકો માટે સ્પીચ થેરાપી આર્શિવાદરૂપ

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ એવા સુપર સ્પેશિયાલીસ્ટ સ્પીચ થેરાપીસ્ટ કુંજ વિભાકર વછરાજાનીની સ્પીચ થેરાપી કલીનીક શરૂ થઈ છે. જાગનાથ પ્લોટ ૧૩-૩ ખાતે બોલવાની તકલીફના વિવિધ દર્દીઓ માટે નિષ્ણાંત દ્વારા તાલીમ આપવામાં આવે છે.

Advertisement

આ અંગે વિસ્તૃત વિગત આપવા કુંજ વછરાજાની અને વિભાકરભાઈ વછરાજાની એ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કુંજ વછરાજાનીએ જણાવ્યું કે સ્પીચ થેરાપી એટલે વ્યવસ્થિત બોલવાની તાલીમ બાળક છ મહિનાની ઉમરથી બોલવાનું શીખવાની શરૂઆત કરે છે. તોતડું બોલતું બાળક વહાલુ લાગે છે. પણ જો મોટું થઈને પણ બાળક તેમજ બોલે તો શરમજનક લાગે છે.

અક્ષરો, શબ્દો કેવાકયો સામાન્ય માણસની જેમ ન બોલી શકતી વ્યકિતઓને આપવામાં આવતી તાલીમ સ્પીચ થેરાપી તરીકે ઓળખાય છે. કેટલાક બાળખોમાં જન્મથી જીભ ચોટેલી હોય છે. કયારેક હોઠ ફાટેલા હોય છે. તે તાળવું પણ ફાટેલું હોય છે. કયારેક બહુ વિચિત્ર જાતનો વિકૃત ચહેરો લઈને બાળક જન્મે છે. આવા બાળકોને બોલવાની તકલીફ હોય છે. જો યોગ્ય ઉંમરે ઓપરેશન કરવામાં ન આવે તો કાયમી ધોરણે બોલવાની તકલીફ રહે છે. સામાન્ય રીતે બાળક બોલતુ થાય તે પહેલા આ ખોડખાંપણની સારવાર કરાવી લેવી જોઈએ નહીતર બાળક ખોટી રીતે બોલતા સીખી જાય છે. અને સુધારો કરી શકાતો નથી. ઓટીઝમ, મંદબુધ્ધિ, સુવાવડ વખતે થયેલ મગજને નુકશાન (સેરેબ્રલ પાલસી) વગેરે રોગોમાં પણ બોલવાની સઘન તાલીમ આપવી પડે છે.

છોકરો જયારે પુખ્ત વયનો થાય છે. ત્યારે તેનો અવાજ પાતળામાંથી ઘોઘરો થાય છે. દાઢી મૂછ ઉગે અને અવાજમાં ફેર થાય ત્યારે કુટુંબીજનો રાજી થાય છે. છોકરો જુવાન થયો પણ અમુક કિસ્સામાં આ અવાજ બદલતો નથી. તેવા કિસ્સામાં સારવાર કરી તાલીમ આપી છોકરીમાંથી છોકરા જેવા અવાજ થાય તેમ કરવું પડે છે.

પક્ષધાતના હુમલામાં જીભ જતી રહે છે. તેની ઘણાને સમજણ છે. જયારે જમણી બાજુનો પક્ષઘાત થાય છે. ત્યારે જમણો હાથ તથા જમણો પગ ખોટો પડી જાય છે આ હુમલામાં મગજના ડાબા ભાગમાં નુકશાન થયું હોય છે. ડાબી બાજુનું મગજ લોહી ન ફરવાથી (થ્રોમ્બોસીસ) અથવા મગજમાં રકતસ્ત્રાવથી (હેમરેજ) ખરાબ થાય છે. ડાબા મગજમાં નુકશાનથી બોલવા, વાંચવા તથા સમજવામાં તકલીફ થાય છે. આવા સમયે સ્પીચ થેરાપી ખૂબ મદદરૂપ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.