Abtak Media Google News

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ૧૮મીએ આંદોલનનો સતાવાર કાર્યક્રમ જાહેર કરાશે

રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા નીચે ફરજ બજાવતા કુલ-૬ કેડરનાં કર્મચારીઓ જેમાં લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, મેલ-ફિમેલ સુપર વાઈઝર અને મેલ ફીમેલ હેલ્થ વર્કરના પડતર પ્રશ્ર્નો બાબત અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા જતા કોઈપણ જાતનું નિરાકરણ ન થતા અંતમાં કર્મચારી મંડળ દ્વારા આંદોલનનાં મંડાણ થયા છે.

Advertisement

હાલમાં આરોગ્યનાં કુલ ૬ કેડરનાં કર્મચારીઓની માંગણી મુજબની બદલીઓ અંગે અવાર નવાર રજુઆત કરવા છતાં અમુક લાગતા વળગતાની જ બદલી કરવામાં આવેલ છે બાકી તમામ માંગણી હોવા છતાં સરકારનાં કોઈપણ પત્રનું પાલન કર્યા સિવાય મનસ્વી નિર્ણયો કરવામાં આવેલ છે. તેમજ મેલ હેલ્થ સુપરવાઈઝરનાં પ્રમોશનમાં બહેનો નિવૃતિને આરે હોવા છતાં સાત વર્ષથી પ્રમોશનની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે આરોગ્ય સેવાઓ તેમજ માતૃ બાળ કલ્યાણની સેવાઓ ઉપર વિપરીત અસરો થવા પામેલ છે તેમજ કર્મચારી બહેનોમાં પણ હતાશની લાગણી થવા પામેલ છે. તેમજ બદલી બાબત મંડળ સાથે મીટીંગમાં નિર્ણય થયેલ તે મુજબ કેમ્પ કરીને સીનીયોરીટીનાં ધોરણે વર્ષમાં એક જ વખત બદલી કરવી એવું નકકી કરવામાં આવેલ હોવા છતાં અમુક લાગવગવાળા તેમજ રાજકીય ભલામણવાળા કર્મચારીઓની ગમે ત્યારે બદલી કરવામાં આવે છે પરંતુ છેવાડાના ગામોમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેમના કોઈ રાજકીય ગુરુ નથી તેવા કર્મચારીઓ સાથે હળાહળ અન્યાય કરવામાં આવે છે.

એફકેઝેડ

તેમજ ફિકસ પગારમાંથી રેગ્યુલર પગારમાં આવતા કર્મચારીઓની કાર્યવાહી છ માસ અગાઉ કરવાની હોવા છતાં સરકારની સુચનાનો પણ આરોગ્યનાં અધિકારીઓ ગણતા નથી અને પોતાની રીતે નિર્ણય કરી કર્મચારીના વહીવટી પ્રશ્ર્નોને ટલ્લે ચડાવવામાં આવે છે. કર્મચારીઓનાં પ્રવાસ ભથ્થા બીલો બે વર્ષથી પેન્ડીંગ છે જે ગ્રાન્ટનાં અભાવે પેન્ડીંગ છે એવું બહાનું કરવામાં આવે છે. આવી અનેક મુશ્કેલીઓને કારણે આરોગ્યનાં કર્મચારીઓથી આંદોલન કરવાની ફરજ પડેલ છે અને જો વહેલાસર નિર્ણય કરવામાં નહીં આવે તો વધારેમાં વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આંદોલનનો કાર્યક્રમ તા.૧૮નાં રોજ જાહેર કરવામાં આવશે. આરોગ્ય કર્મચારીનાં પડતર પ્રશ્ર્નો સીનીયોરીટી લીસ્ટ, ઉચ્ચતર પગાર ધોરણ, સ્વૈચ્છિક નિવૃતિની મંજુરી, હિન્દી મુકિત વગેરે અંગે ગાંધી ચિંઘ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ પંચાયત આરોગ્ય મંડળની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.