Abtak Media Google News

સમોડી રાતે તબીબોની માંગણીનો તાકીદે ઉકેલ લાવવાની ખાતરી આપતા હળતાલનો આવ્યો સુખદ અંત

ગુજરાતભરમાં મેડિકલ ફેકલ્ટી દ્વારા પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી આવ્યા હતા. પરંતુ ગઈ કાલે મોડી રાત સુધી ગૃહમંત્રી સાથે થયેલી બેઠક બાદ માંગણીઓને સ્વીકારવાની મજબૂત ખાતરી આપતા આજથી મેડિકલ ફેકલ્ટીએ હડતાલ સમેટી ફરીથી ફરજ પર હાજર થયા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી પગાર ધોરણ અને અન્ય માંગણીઓને લઈ આવી મહામારીમાં પણ ગુજરાતભરના મેડિકલ ફેકલ્ટીના 1400 તબીબો હડતાલ પર ઉતરી આવ્યા હતા. ત્યાર બાદ ગઈ કાલે એસોસિએશનના સભ્યો અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મોડી રાત સુધી બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મેડિકલ ફેકલ્ટીના તબીબોની સાતમા પગારપંચની માંગણી અને અન્ય પ્રશ્નોનો પણ નિવેડો લાવવા માટે મજબૂત બાંહેધરી આપી હતી. જેના કારણે મેડિકલ ફેકલ્ટી દ્વારા હળતાલનો સુખદ અંત કરી આજથી ફરી એકવાર તબીબો ફરજ પર હાજર થયા હોવાનું જણાવ્યું છે.

જેથી સરકરી મેડિકલ કોલેજના તબીબી શિક્ષકોની હડતાલ પુરી કરવા માં આવી છે. ગુજરાતની 6 સરકારી મેડિકલ કોલેજના 1400 તબીબી અધ્યાપકો ફરજ હાજર થઈ ગયા છે. મોડી રાત્રે અમો ને 10 ઉપરાંત 7માં પગાર પંચ મુજબ એનપીપીએ એલાઉન્સ આપવાની મજબૂત ખાતરી આપવામાં આવી છે. આ માટે આજે જીએમટીએ સેન્ટ્રલ કાઉન્સિલ સભ્યો ગાંધીનગર ખાતે જઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.