Abtak Media Google News

રાજ્યના તમામ ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતા કુટુંબોને 2022 સુધીમાં ઘરના ઘરનુ સપનુ સાકાર કરવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર કર્યો છે અને એ અમે પરિપૂર્ણ કરીશુ.  તેમ ગ્રામ વિકાસ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યુ હતુ.

ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સમૃદ્ધિ અને જીવન ધોરણ ની ગુણવત્તા સુધારણા માટે આજીવિકા, કૌશલ્ય, વિકાસ, સામાજિક સુરક્ષા અને માળખાકીય સુવિધાના કાર્યક્રમો સાથે આત્મનિર્ભરના અભિગમ સાથે  આ તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે વર્ષ 2021-22 માટે કુલ રૂ.3294.65 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. બજેટમાં કરવામાં આવેલ આ જોગવાઈ સરકારની ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે.

વર્ષ 2022 સુધીમાં સૌને ઘર હેતુથી પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) વર્ષ 2016માં અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતા કુટુંબોને 2022 સુધીમાં આવરી લેવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે.અગાઉ ઇન્દિરા આવાસ યોજનામાં રૂા.70,000 ની સહાય આપવામાં આવતી હતી.આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કુલ રૂ.1,52,160/- ની સહાય મળવાપાત્ર છે.

આ ઉપરાંત ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ, પ્રથમ હપ્તો આપ્યા બાદ 6 માસની અંદર આવાસ પૂર્ણ કરનાર લાભાર્થીને રૂ.20,000ની અતિરિક્ત સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ 4,500 લાભાર્થીઓને રૂ.900 લાખની અતિરિક્ત સહાય ચૂકવવામાં આવી છે.વર્ષ 2020-21 અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા ગ્રામીણ મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે બાથરૂમ બાંધકામ માટે લાભાર્થી દીઠ રૂ.5000/-ની વધારાની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.આ યોજના અંતર્ગત 1,03,272 આવાસોના નિર્માણ માટે વર્ષ 2021-22 માં કુલ 1250.60 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

ગ્રામ પંચાયતો માં ઘન કચરા વ્યવસ્થાપન માટે ઘન કચરા ડોર ટુ ડોર કલેક્શન માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંર્તગત અંતર્ગત જિલ્લાઓમાં 3000 થી વધુ વસ્તી ધરાવતી અંદાજિત 2436 ગ્રામ પંચાયતોમાં હેન્ડ/પુશ કાર્ટ વિથ ફોર બિન 9844 નંગ અને ટ્રાઈસિકલ વિથ એઇટ બિન 6705 નંગ કચરાના એકત્રીકરણ અને પરિવહન માટે આપવામાં આવેલ છે.રાજ્યના 20 જિલ્લ્લાઓ માં પ્રવાહી કચરાના નિકાલ હેતું ફિક્લ સ્લજ મેનેજમેંન્ટ માટે જેટીંગ કમ સક્શન કમ ડીસીલ્ટીંગ મશીન આપવામાં આવ્યા છે.આ યોજનામાં વર્ષ 2021-22 માટે કુલ રૂ. 800.00 કરોડની જોગવાઇ કરાઈ છે. સ્વચ્છ ભારતમિશન ગ્રામિણમાં વર્ષ-2010-11 થી વર્ષ-2013-14 ની સરેરાશ કેન્દ્ર સરકારની ફાળવણી રકમ રૂા.59 કરોડની સામે વર્ષ-2014 થી રાજયને સરેરાશ રૂા.351 કરોડની ગ્રાન્ટ મળી છે.(જઠખ-સોલિડ વેસ્ટ મેનેજમેંન્ટ) હેઠળ કચરાના સલામત નિકાલ માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-2 અંતગર્ત ઘન કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કલેક્શન, પરિવહન, સેગ્રીગેશન અને કંપોસ્ટીંગ જેવી વેલ્યૂચેનનું નિર્માણ કરીને અંદાજિત 3000 જેટલાં ગામોને સ્વચ્છ ગામ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના  અન્વયે રાજયના ગ્રામીણ વિસ્તારના પ્રત્યેક  કુટુંબના પુખ્તવયના સભ્યો જે બિનકુશળ શારીરિક શ્રમ કરવા ઈચ્છુક હોય, તેવા કુટુંબોને જીવનનિર્વાહની તકો વધારવા માટે નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની સવેતન રોજગારીની બાંહેધરી આપવામાં આવેલ છે.સમયસર વેતન ચૂકવણીમાં 98.18 % સિદ્વિ હાંસલ કરવામાં આવેલ છે.

મંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનનાં આત્મનિર્ભરતાના ઉમદા ઉદ્દેશ્ય અંતર્ગત ગુજરાત રાજયમાં મુખ્ય મંત્રીશ્રી દ્વારા ગુજરાતની મહિલાઓની આર્થિક ઉન્નતી માટે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની શરૂઆત  કરવામાં આવી રહી છે.જે અંતર્ગત રાજ્યની  મહિલાઓના સ્વ-સહાય જુથો અને જોઈન્ટ  લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથ ગ્રુપોને આર્થિક પ્રવ્રૂતિઓ માટે લોન/ ધીરાણની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. આ યોજના દ્વારા રાજ્યના 1 લાખ મહિલા સ્વસહાય જુથો (એક જુથમાં 10 મહિલાઓનો સમાવેશ)ની રચના કરી આશરે 10 લાખ મહિલાઓને આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના 50 હજાર અને શહેરી વિસ્તારના 50 હજાર જુથો એમ કુલ 1 લાખ મહિલા ગ્રુપોની 10 લાખ મહિલાઓને સીધો લાભ મળશે.મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત જુના સ્વ-સહાય જુથ અને નવા જુથોને પણ લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓને રૂપિયા 1000 કરોડ સુધીનું ધિરાણ આપવાની વ્યવસ્થા  કરવામાં આવશે. મહિલાઓને આ લોનની રકમ સંપુર્ણ વ્યાજરહિત આપવામા આવશે અને આ વ્યાજની રકમ રાજ્ય સરકાર ભોગવશે તથા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ કમ્પોનન્ટ) અંતર્ગત સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ અમલી બનાવ્યો છે જેનો મુખ્ય હેતુ કુદરતી સંસાધનો જેવા કે, ભૂમી, ભેજ અને વૃક્ષાચ્છાદિત આવરણને સુયોજિત કરી પર્યાવરણ સ્ત્રોતનું સંતુલન કરવાનું છે.છેલ્લાં ચાર વર્ષમાં (વર્ષ 2017-18 થી વર્ષ 2020-21 (જાન્યુઆરી-20 અંતિત)) જળસંગ્રહ  માટે કુલ 16340 કામો તેમજ ભુમિ ભેજ સંરક્ષણના કુલ 26419 કામો કરવામાં આવેલ છે.આ કામોથી કુલ 40 મીલીયન કયુબિક મીટર (400.00 લાખ ઘનમીટર)  પાણીનો સંગ્રહ  થયેલ છે, જેનાથી કુલ 46950 હેકટર વિસ્તારમાં સિંચાઇનો લાભ ઉ5લબ્ધ થયેલ છે. જે માટે છેલ્લા ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ કમ્પોનન્ટ) હેઠળ કુલ રૂ. 620.07 લાખનો  ખર્ચ કરવામાં આવેલ છે વિધાનસભા ખાતે આ માંગણીઓ પસાર કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.