Abtak Media Google News

જેસીઆઇ યુવા સંસ્થા દ્વારા ઉઠાવાતી જહેમત: ૬ કેટેગરીમાં બાળકોને એવોર્ડ અપાશે

જેસીઆઇ રાજકોટ યુવા જે વર્ષ ૨૦૦૮માં જેસી અશ્ર્વીન ચંદારાણાના લીડરશીપ હેઠળ સ્થાપિત થયેલ અને આ અઘ્યાય સતત પોતાના સારા પ્રોજેકટ પ્રોગ્રામને લીધે ઝોન અને નેશનલમાં સતત આઉટ સ્ટેન્ડીંગ એવોર્ડ મેળવતું રહ્યું અને રાજકોટનું નામ ઝળહળતું રાખેલ છે.વર્ષ ૨૦૧૭માં પ્રેસીડેન્ટ જેસી ગીરીશ ચંદારાણા,સેક્રેટરી જેસી મિતેષ પટેલ, ફાઉન્ડર પ્રેસીડેન્ટ જેસી અશ્ર્વિન ચંદારાણા, ટ્રેઝરર જેસી મનીષ પલાણ, વાસઇ પ્રેસીડેન્ટ જેસી વિશાલ પંચાસરા, વાઇસ પ્રેસીડેન્ટ લલીત પટેલ, પાસ્ટ પ્રેસીડેન્ટજેસી મયુર ચૌહાણ, જેસી જિજ્ઞેશ શાહના સતત સકારાત્મક પ્રયાસોથી આ અઘ્યાય દિવસે ને દિવસે ઝોન એન્ડ નેશનલમાં પોતાની આગવી કાર્યશૈલી દ્વારા પ્રચલિત થતું આવે છે.

એજ સાત વર્ષની ભવ્ય સફળતાથી ફરી ૨૦૧૭ માં હેલ્ધી બેબી પ્રીમીયર ઇવેન્ટનું આયોજન રાજકોટ મુકામે જેસીઆઇ  રાજકોટ યુવા દ્વારા કરવામાં આવ્યું છે જે આ પ્રમાણે છે. જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા સતત સાતમાં વર્ષે હેલ્ધી બેબી કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે તા. ૬/૮/૨૦૧૭ના રોજ સ્ટલીંગ હોસ્પિટલ ખાતે સવારે ૯ વાગ્યાથી શરુ થશે અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે તથા તા. ૭/૮/૧૭ ને બપોરે ર.૩૦ થી ૬.૩૦ સુધી ગ્રાન્ડ એવોર્ડ સેરેમની હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવશે. જેસીઆઇ રાજકોટ યુવાએ રાજકોટ નહી પણ સૌરાષ્ટ્ર લેવલે અનેક પ્રોજેકટ પ્રોગ્રામનું આયોજન કરી લેડીઝ, જેન્ટલ અને બાળકોને પ્લેટફોર્મ પુરુ પાડયું છે. અને અનેક નિ:શુલ્ક  તાલીમ વ્યકિતગત વિકાસના યોજી યુવા શકિતને પ્રોત્સાહિત કરે છે તથા સાથે સાથે મહિલા વિકાસનું દર વખતે આયોજન કરી મહિલાઓને માટે વિવિધ સ્પર્ધા  અને ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજનકરી તેમને પ્રોત્સાહીત કરે છે.

જેસીઆઇ રાજકોટ યુવાન સતત સાતમા વર્ષે પણ સ્ટલીંગને સાથ લઇ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું સંપૂર્ણ એર-કંડીશન જગ્યામાં આયોજન કરે છે. અને વર્ષ ૨૦૧૭માં પણ તા. ૬/૮/૧૭ ના રોજ સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી આ ભવ્ય હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે આ વર્ષે સ્ટલીંગ હોસ્૫િટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે, રાજકોટ મુકામ યોજવામાં આવશે. આ કોમ્પીટીશન ફકત ૧ થી ૬ વર્ષના બાળકો માટે રહેશે અને આ કોમ્પીટીશનમાં કુલ ૬ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં સ્માઇલી બેબી, બ્યુટીફૂલ આઇઝ બેબી, હેલ્ધી હેર બેબી, ફેન્સી બેબી, હેલ્ધી બેબી, કયુર બેબી રહેશે.

આ ૬ કેટેગરીમાં અલગ અલગ કેટેગરીવાઇઝ બે બે જજ બેસાડવામાં આવશે. એટલે કુલ ૧ર જજનો સમાવેશ થાશે. તમામ કેટેગરીમાં જે તેના નિષ્ણાંત બેસાડવામાં આવશે અને તેના દ્વારા જજીંગ કરી તા. ૭/૮/૨૦૧૭ ના રોજ હેમુગઢવીહોલ મુકામે બપોરે ૨.૩૦ થી ૬.૩૦ ૧ થી ૬ વર્ષના બાળકોની એવોર્ડ સેરેમની યોજાશે. કુલ ૯૦ થી વધારે બાળકોને વિજેતા જાહેર કરવામાં આવશે. જેમને એવોર્ડ સેરેમનીમાં એવોર્ડ અને ગીફટ આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધાની ફી રૂ૩૫૦ રહેશે.

જેસીઆઇ રાજકોટ યુવા આ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન બાળકોને પ્રોત્સાહન મળે એ માટે એનું આયોજનકરે છે. માટે જેટલા બાળકો એમાં ભાગ લેશે તે તમામને એક ટ્રાવેલીંગ બેગ સાથે મેડલ સર્ટીફીકેટ, કિડસ લંચ, ડીનર સેટ સુપ સેટ, કેડબરી અને ૬+૮ મોડેલીંગ ફોટો વાઉચર તથા મેમી પોકો તથા હિમાલીયાની પ્રોડકટ તમામ ભાગ લેનાર બાળકોને  રૂ૪૦૦ થીવધારેની સ્પેશ્યલ રીટર્ન ગીફટ સ્પર્ધા દરમ્યાન આપી તેમને જાહેરમાં પ્રોત્સાહીત કરવામાં આવશે. આ કોમ્પીટીશનનું આયોજન બાળકોની સ્પેશ્યલ એસી  સ્ટલીંગ હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે સવારે ૯ વાગ્યાની યોજાશે.

આ સ્પર્ધાનો ફોર્મ

શાતિલાલ જમનાદાસ જવેલર્સ, દોશી પ્લાઝા, જલારામ યુનિ. રોડ, બેબીલેન્ડ દ્વારકેશ પંચવટી સોસાયટી મેઇન રોડ, પંચવટી સોસાયટી હોલ સામે, રાજકોટ-૧ બેબી લેન્ડ ૪, કડીયા નવલાઇન કોર્નર ઘી કાંડા રોડ, કિડઝી પ્લે હાઉસ બ્લોક નં. એ-૨૬ સૌરવ બંગ્લોઝ, સત્યસાંઇ હોસ્પિટલ રોડ, નાનામવા મેઇન રોડ, સ્ટલીંગ હોસ્પિટલ ૧૫૦ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે, એન-ટીક

ઝોન ૭/કડીયા નવ લાઇન ડ્રેસવાલાના શો રુમ પાછળ ધમેન્દ્ર રોડ, શીતલ સ્૫ોર્ટસ ૧૦૪ બીઝનેશ ટર્મીનલ રામકૃષ્ણ આશ્રમ સામે, યાજ્ઞીક રોડ, નીલ ડીજીટલ કલર લેબ૮૦ ફુટ રોડ મેધાણી રંગભવન સામે ભકિતનગર સર્કલ થી મળશે.

જયાં ફોર્મ પરત આર્ષદીણ ડેન્ટલ કિલનીક ઓફીસ ન. ૩૨-૩૩ પ્રથમ માળ, અંબિકાનગર કોમ્પલેક્ષ બીઆરએસટી બસ સ્ટેન્ડ સામે રૈયા ચોકડી કોર્નર ૧૫૦ ફુટ રીંગ રોડ, શ્રીજી એન્ટરપ્રાઇઝ પુજા કોમ્પલેક્ષ હરીહર ચોક ખાતે કરી શકાશે

આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રેસીડેન્ટ જેસી ગીરીશ ચંદારાણા, સેક્રેટરી જેસી મિતેષ પટેલ, ફાઉન્ડર પ્રેસીડેન્ટ જેસી અશ્ર્વીન ચંદારાણા, ટ્રેઝરર જેસી મનીષ પલાણ, વાઇસ પ્રેસીડેન્ટ જેસી વિશાલ પંચાસરા, વાઇસ પ્રેસીડેન્ટ લલીત પટેલ, પાસ્ટ પ્રેસીડેન્ટ જેસી મયુર ચૌહાણ, જેસી જિજ્ઞેશ શાહ, જેસી હરીશ ચંદારાણા, જેસીરેટ ચેર પર્સન જેસી રચના રુપારેલ, જેસીરેટ સેક્રેટરી ક્રીના માંડવીયા, જેસીરેટ શીલુ ચંદારાણા, જેસીરેટ દક્ષા પરમાર, જે જે ચેર પર્સન ટર્વીકલ ચંદારાણા, જેજે સેક્રેટરી ઇશા ચંદારાણા, જેજે ખુશ્બુ ચંદારાણા, અભિષેક ચંદારાણા,  જેસી પ્રતિક દોશી, જેસી ચિરાગ દોશી, જેસી બ્રિજેશ માંડવીયા, જેસી કૃતિ ગોંડલીયા જેસી રીમા શાહ, જેસીરેટ કુંજલા શીંગાળા રાખી દોશી જહેમત ઉઠાવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.