Abtak Media Google News

વિધાનસભામાં સરકારની જાહેરાત

તમામ ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં સીપીઆર ટ્રેનિંગ માટેની વ્યવસ્થા ગોઠવશે : 1200 થી વધારે તજજ્ઞો દ્વારા 38 મેડિકલ કોલેજમાં ટ્રેનિંગ કાર્યક્રમ યોજાશે

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટએટેકના પ્રમાણમાં વધારો તેમજ અનેક યુવા વયના રમતવીરોના પણ હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા વધ્યા હોવાથી સરકાર હરકતમાં

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી ગયું છે. ઉપરાંત અનેક યુવા વયના રમતવીરોના પણ હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા વધી રહ્યા છે. તેવામાં સરકાર દ્વારા આજે વિધાનસભામાં 2 એપ્રિલે રાજ્યભરમાં જાગૃતતા કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. જેને પગલે ગુજરાત વિધાનસભામાં હાર્ટ એટેક બાબતે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. વિધાનસભામાં લેવાયેલા નિર્ણય મુજબ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 એપ્રિલ રવિવારના રોજ હાર્ટએટેકથી બચવા માટેના પ્રાથમિક ઉપાયો અંગે માર્ગદર્શનના કાર્યક્રમો યોજાશે. તમામ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં સીપીઆર ટ્રેનિંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

લોકોને હાર્ટ એટેકથી બચવા માટે મેડિકલ કોલેજોના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પડાશે. વિધાનસભામાં લેવાયેલા નિર્ણયમ મુજબ તમામ ધારાસભ્યોના મતવિસ્તારમાં સીપીઆર ટ્રેનિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. સાથોસાથ 1200 થી વધારે તજજ્ઞો દ્વારા 38 મેડિકલ કોલેજમાં સવારે 9 કલાકે આ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાશે.

તમામ ધારાસભ્યોને દંડક  દ્વારા લેખિતમાં સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 30 દિવસમાં અનેક યુવાનોના હૃદય બંધ થવાની ઘટનાઓ સામે આવતા નિષ્ણાતો દ્વારા ટ્રેનિંગ માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.