Abtak Media Google News

હૃદયને કંપાવી નાખે તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં આવેલી સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઈ જવાની લિફ્ટમાં કામદારનું માથું બહાર રહી લિફ્ટમાં આવી જતા કામદારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Advertisement

આ લિફ્ટ કંપનીમાં સામાન લઈ જવા માટે બનાવેલી હતી. સાગર શર્મા નામના 27 વર્ષીય યુવકની ગરદન લિફ્ટની બહાર રહી જતા કમકમાટી ભરી દુઘટનામાં કામદારનું મોત નીપજ્યું હતું. ગરદન ફસાઈ ગઈ હતી તે દરમ્યાન લિફ્ટ ચાલુ થઈ જતા સાગરની ગરદન અને ધડ અલગ થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં કંપનીના કામદારો અને સંચાલકને ઘટના સ્થળે પહોચ્યા.અને તેમણે આ ઘટના અંગે નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરી.દાદરા નગર હવેલીના પોલીસ અધિકારીઓ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. દાદરા નગર હવેલીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.