Abtak Media Google News

પાલખી યાત્રા દરમિાન હાઈ-ટ્રાન્સમિશન વાયરમાં અડી જતાં સર્જાઈ કરૂણાંતિકા: મુખ્યમંત્રીએ

મૃતકોના પરિવારજનોને રૂ.5 લાખની સહાય ચૂકવવાની જાહેરાત: ઘટના સ્થળની લેશે મુલાકાત

તમિલનાડુના તુંજાપૂર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મંદિરની પાલખી યાત્રા વેળાએ પાલખી હાઈ- ટ્રાન્સમિશન વાયર સાથે અડી જતાં બે બાળકો સહિત 11 શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂ.5 લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી છે.

Advertisement

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી કરુણાંતિકા સર્જાઇ છે. અહીં એક મંદિરનો રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેમાં બે બાળકો સહિત 11 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બુધવારે સવારે બની છે. કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલખીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગતા દાઝી ગયા હતા. જેના કારણે એકસાથે બે બાળકો સહિત 11 શ્રદ્ધાળુઓના મોત નીપજતાં ચકચાર મચી ગયો છે.આ કરુણાંતિકા બાદ રાજ્યના મુખયમંત્રી એમ.કે.સ્ટાલિને પીડિતોને રૂ.5 લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે આજે સવારે 11:30 વાગ્યે તંજાવુર પહોંચશે અને ઘાયલોની મુલાકાત કરશે.

ઘટના સ્થળ પર દોડી ગયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉપરથી વીજળીના વાયરો જવાના કારણે મંદિરની પાલખીને પરત વળાવતી વખતે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે, તેમાં બે બાળકો પણ સામેલ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વી બાલકૃષ્ણાના જણાવ્યા અનુસાર હાલ આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે.

તો અન્ય એક એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ પણ દુર્ઘટનાથી બચવા માટે સામાન્ય રીતે મંદિરના રસ્તાનો પાવર સપ્લાઈ બંધ કરવામાં આવે છે. જોકે આ વખતે રથની ઉંચાઈ એટલી નહોતી કે તે હાઈ વોલ્ટેજ લાઈનને અડી શકે. તેના કારણે આ વખતે પાવર સપ્લાયને બંધ કરવામાં આવ્યો નહોતો. જોકે રથ પરના ડેકોરેશનના કારણે તેની ઉંચાઈ વધી જતા આ દુર્ઘટના સર્જાઈ છે.

ઘટના અંગે પ્રધાનમંત્રીએ દુ:ખ વ્યક્ત કરી સહાયની કરી જાહેરાત

તમિલનાડુના તુંજાપુર ગામે વહેલી સવારે મંદિરની રથયાત્રામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના ગણતરીની કલાકોમાં જ દેશભરમાં ચકચાર મચી ગઇ હતી. જેના કારણે રાજ્યના મુખ્યમંત્રી ઘટના સ્થળ પર જવા રવાના થયા છે. જ્યારે ઘટના અંગે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કરી સાંત્વના પાઠવી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ.2 લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની મદદ પીએમ કેરમાંથી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.