Abtak Media Google News

સુરતમાં સ્લેબ ધરાશાય થવાની ઘટના આપણે સાંભળી જ હશે ત્યારે રાંદેર પોલીસ લાઈનમાં સ્લેબ ધરાશાય થવાની ઘટના સામે આવી છે. રાંદેર પોલીસ લાઈનમાં ત્રીજા માલનો સ્લેબ ધરાશાય થતા ઊંઘી રહેલો યુવક પલંગ સાથે ધડામ દઇને ગ્રાઉન્ડ ફલોર પર પટકાયો હતો. પરંતુ સદનસીબે જાનહાની થતા ટળી છે અને યુવકને સામાન્ય ઈજા થઈ હતી.

B-2 બિલ્ડિંગના બીજા માળનો સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો. બીજા માળના સ્લેબનો કાટમાળ પહેલા માળના સ્લેબ ઉપર પડતા ગ્રાઉન્ડ સુધી કાટમાળ પડ્યો હતો. ધડાકાભેર એક બાદ એક સ્લેબ પડતા ભયનો માહોલ ઉભો થયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે, કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

પરંતુ આ મામલે ફાયર વિભાગને સમયસર જાણ કરવામાં આવતા ફાયરટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સ્થિતિ કંટ્રોલમાં લાવી અને કાટમાળને દૂર કરવામાં આવ્યો. જો કે, આ ઘટના બનતા બિલ્ડિંગમાં રહેતા પોલીસ કર્મચારીના પરિવારજનો ભયમાં મૂકાયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.