Abtak Media Google News
  • 39.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર બન્યું: આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે

ગુજરાતમાં હવે સિઝન બદલાઈ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી ડબલ સિઝન હવે પુરી થઈ ગઈ છે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. કારણકે, હવે અગન દઝાડે તેવી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પ્રારંભમાં જ સુરજદાદાએ પોતાનો પ્રકોપ બતાવી દીધો છે. મંગળવારે ગુજરાતના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. તો 39.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ રહ્યું છે.

10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો 39.3 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. માર્ચ પુરો થતા થતા તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી આગાહી સામે આવી રહી છે. આજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે.

આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલ પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અહીં હીટવેવની સાથે આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. અહીં ગરમ પવનો ફૂંકાવવાની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ હીટવેવની આગાહી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. રાજકોટનું તાપમાન સતત બે દિવસથી 39 ડિગ્રીને પાર પહોંચ્યો છે. દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • અમદાવાદ        37.3
  • ગાંધીનગર        36.8
  • વડોદરા            37.2
  • ભુજ                 39.1
  • નલિયા              37.0
  • અમરેલી            37.6
  • ભાવનગર          36.6
  • પોરબંદર           37.5
  • રાજકોટ             39.3
  • સુરેન્દ્રનગર        38.8
  • મહુવા               36.8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.