Abtak Media Google News

જીલ્લા મેજીસ્ટ્રેટને ઇમરજન્સી ઓપરેશન માટે સજજ થવા તાકીદ

હવામાનન ખાતા દ્વારા ભારે વરસાદના પગલે ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોના જીલ્લાઓ ખાતે આગામી ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહી  કરવામાં આવી હતી. આ અંગે હવામાન ખાતા દ્વારા જાહેર કરાતા તાજેતરમાં ચારધામ યાત્રામાં નીકળેલા હજારો યાત્રિકો ફસાઇ જશે તેવી શકયતા છે. જેમાં હિમાલયના વિસ્તારના કેદારનાથ, બદ્દીનાથ યમનોત્રી અને ગંગોત્રીનો પણ સમાવેશ થાય છે કે જયાં ભારે વરસાદની શકયતા છે.

આ ભારે વરસાદ બરફાચ્છાદિત સ્થળો જેવા કે ઉત્તરકાશી, ચમોલી, ‚દ્દપ્રયાગ, નૈનીતાલ, પીઢોર ગઢ સહીતના જીલ્લાઓમાં આગામી ર૪ કલાકમાં પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ એલર્ટ વિશે વધુ માહીતી આપતા ચીફ સેકેટરી એસ. રામાસ્વામીના જણાવ્યાનુસારને સતર્ક રહેવા જણાવ્યુઁ હતું હજુ થોડા દિવસ અગાઉ જ ચમોલી જીલ્લામાં બદ્દીનાથ ખાતે હજારો યાત્રીકો ફસાયા હતા. કેદારનાથએ ‚દ્દપ્રયાગમાં અને ગંગોત્રી ઉત્તરકાશી જીલ્લામાં આવેલા છે. ચીફ સેક્રેટરીએ આપેલ સુચના મુજબ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરો આ જીલ્લાઓ ના અંતરીયાર વિસ્તારો ખાતે ઉભા કરવાની તાકીદ કરવામાં આવી છે. ડીસ્ટ્રીકટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરોએ કેટલાક મશીનો હાથવગા રાખવા પડશે જેમ કે રોડ પરના બ્લોકે જ માટે જેસીબી તેમજ પીડબલ્યુ ડી દ્વારા પર્વતીય વિસ્તારમાં સમ સ્થિતિ ઉભી કરવી. એવું રામાસ્વામી દ્વારા જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.