Abtak Media Google News

રાજયમાં વાહન લાયસન્સ મેળવવા માટે ડ્રાયવિંગ ટેસ્ટ ટ્રેકની પરીક્ષા આપવી ફરજિયાત હોય છે. પણ આ સીસ્ટમ ફક્ત 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોને જ લાગુ પડતી હતી.

જ્યારે હેવી વ્હીકલ જેવા કે ટ્રક, બસ, જેવા લાયસન્સની પરીક્ષા લેવામાં આવતી ના હતી. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા હેવી વ્હીકલના લાયસન્સ માટે ટેસ્ટ ટ્રેક બનવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ટેસ્ટ ટ્રેક સંપૂર્ણ કોમ્પ્યુટરથી સંચાલિત હશે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં હેવી એટલે કે ભારે વાહનો માટે ખાસ લાયસન્સની સુવિધા કરવામાં આવશે. પહેલાની વાત કરવામાં આવે તો ભારે વાહનોના કનિદૈ લાકિઅ લાયસન્સ મેળવવા માટે ફકત અરજી જ કરવામાં આવતી હતી. પરંતુ હવે આ સિસ્ટમમાં ભારે બદલાવ કરવામાં આવી રહ્યો છે.
જેમાં પાયલોટ પ્રોજેકટ રૂપે રાજ્યમાં કનિદૈ લાકિઅ 4 જેટલા ભારે અકિલા વાહનોના ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવશે. જેમાં અમદાવાદના બાવળા, રાજકોટ, કચ્છ, ગોધરા અને સુરત ખાતે ભારે વાહનો માટે ટેસ્ટ કનિદૈ લાકિઅ ટ્રેક બનાવવામાં આવશે. આમ, પાયલોટ પ્રોજેકટ બાદ સમગ્ર રાજ્યમાં આરટીઓ પ્રમાણે ભારે વાહનોના ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.