Abtak Media Google News

ભાદરકાંઠા વિસ્તારમાં તેજગતિથી પવન ફૂંકાયો; પાક નુકશાનનું વળતર આપવા ખેડૂતોની માંગ

શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ પલટાતા ગઈકાલે બપોર બાદ ભાદર કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ આવતા ખેડુતોને પાક ઉપર આવેલ આંબાના સો કરતા વધુ ઝાડ ભાંગી જતા ભારે નુકશાન થવા પામેલ છે.

Advertisement

તાઉતે વાવાઝાડા બાદ ગઈકાલે ભાદર કાંઠા વિસ્તારમાં બપોર બાદ સો કિલો મીટરની ઝડપે પવન અને સાથે વરસાદ પડતા કેરીના આંબા સહિતના પાકને ભારે નુકશાન થવા પામેલ છે.

Untitled 1 29

આ અંગે ભાદર કાંઠા વિસ્તારના ખેડુત દેવજીભાઈ ગોકળભાઈ મકવાણા જણાવેલ કે વાવાઝોડા બાદ ગઈકાલે પવન અને વરસાદને કારણે 11 વિઘામાં રહેલા 100 કરતા વધુ આંબાના ઝાડને ભારે નુકશાન થવાથી આંબામાં આવેલ પાક સંપૂર્ણ ફેઈલ થઈ જતા ખેડુતોને લાખોનું નુકશાન થવા પામેલ છે. ભાદરકાંઠા વિસ્તારનાં ખેડુતોને સરકાર દ્વારા પાક નુકશાની વળતર આપવું જોઈએ તેવીમાંગ ખેડુતોમાં ઉઠવા પામી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.