Abtak Media Google News

ફકત નવ વર્ષની ઉંમરથી સંઘ સાથે જોડાયા: કોરોના મહામારીમાં દર્દીઓની  સેવા શ્રમિકોને વતન જવા વ્યવસ્થા કરી અપ્રતિમ લોકચાહના મેળવી

ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં64 હજાર વૃક્ષોનું વાવતેર કરી રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો

સૌરાષ્ટ્રના યુવા જૈન અગ્રણી અને ચોટીલા ના જય શાહ્ ની પ્રદેશ યુવા ભાજપ મંત્રી તરીકે વરણી થતાં હર્ષ ની લાગણી ફેલાયેલ છે.જય શાહ સંઘ સાથે ફક્ત નવ વર્ષ ની બાલ્યાવસ્થા થી જ સંકળાયેલા છે. ત્યાર બાદ ચોટીલામાં વિદ્યાર્થી સંગઠન ના પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓ ના સેંકડો પ્રશ્નો નું નિરાકરણ લાવેલ, ત્યાર બાદ પ્રદેશ યુવા ભાજપની ગઈ ટર્મમાં પ્રદેશ સયોંજક તરીકે 4 વર્ષ જવાબદારી ખુબ નિષ્ઠા અને મહેનતથી નિભાવી અને ગયા વર્ષે જ્યારે લોકડાઉન દરમ્યાન સેંકડો શ્રમિકો ને તેમના  વતન જવા માટે વાહન વ્યવસ્થા અને કોરોના દર્દીઓ ની સતત સેવાકીય કામગીરી કરી અપ્રતિમ લોકચાહના પ્રાપ્ત કરી છે.

જય શાહે એમ.બી.એ. અને એમ.કોમ.ની માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી તેમની શૈક્ષણિક કારકિર્દી પણ ઉજ્જવળ કરી છે. જ્યારે અનેક સામાજીક સંસ્થાઓ માં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કલ્ચરલ બોર્ડ મેમ્બર , ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા સહ સંયોજક , ચોટીલા પાંજરાપોળ ના ટ્રસ્ટી સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે.

જ્યારે ચોટીલા શહેર સહિત સમગ્ર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસ માં ચોસઠ (64000) હજજાર વૃક્ષો નું વાવેતર કરી અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

જય શાહ ની પ્રદેશ યુવા ભાજપ મંત્રી તરીકે  નિમણુંક થતાં ભાજપ મોવડીઓ્, નેતાઓ અને સામાજીક , ધાર્મિક , શૈક્ષણિક અને વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ તેમના ઉપર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યાં છે.અને તેમની્ ખુબ જ નાની ઉંમર માં ઝળહળતી સફળતા માટે અભિનંદન પાઠવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.