Abtak Media Google News

લોકડાઉન ૨૦૨૦

ગુજરાત-મહારાષ્ટ્રમાંથી ૧૫૭ કૃતિઓએ થઈ સામેેલ, આ સ્પર્ધામાં ૯ વર્ષથી લઇને ૬૫ વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધો

ભવન કલા કેન્દ્ર-મુંબઇ ૧૯૫૧થી એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરે છે

‘કોરોના’એ આમ જોવા જાવ તો દુનિયા આખીમાં ભય અને મોતનું વાતાવરણ ઉભું કર્યું. લોકો અચાનક પોતાની મેળે જ ’હાઉસ અરેસ્ટ’ થઇ ગયા અને ધીરે ધીરે સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રમાં નિરાશા, ઉદવેગ અને ભયનું વાતાવરણ ઉભું થયું. આવા સમયે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રે એ નાટક, સિરિયલ્સ અને ફિલ્મના ક્ષેત્રે જે કલાકારોને આગળ વધવું છે એ લોકોમાટે ખાસ ઑનલાઇન પ્લેટફોર્મ ઉભું કર્યું. પ્રથમવાર માત્ર ગુજરાતી સાહિત્યકારોની કૃતિઓને લઈને આંતરરાષ્ટ્રીય ગુજરાતી નાટ્ય સ્પર્ધાનું આયોજન કર્યું.

ભવન કલા કેન્દ્ર (મુંબઈ)ના નિદેશક કમલેશ મોતાએ જણાવ્યું, ઘણા વખતથી એમની ઈચ્છા ઉગતા કલાકારો સાથે સાહિત્યકારોની ઓળખાણ કરાવવાની હતી. ગુજરાતી સાહિત્યમાં ખુબ સારું કામ થાય છે પણ એ સાહિત્ય, ગુજરાતી યુવાવર્ગ  કે બાળકો સુધી પહોંચતું જ નથી. કોઈ સંપર્ક સધાતો નથી. એક સમય હતો જયારે લગભગ દરેક ગુજરાતી ઘરમાં ૨-૫ સાહિત્યનાં પુસ્તકો, ફૂલવાડી, રમકડું, બકોર પટેલ જેવું બાળસાહિત્ય પણ મળી રહેતું જયારે હવે ગુજરાતી છાપું પણ બંધાવવામાં નથી આવતું. આ એક કરુણતા છે. કલાકેન્દ્રના સલાકાર શ્રી નિરંજન મહેતાએ ઉમેરતા કે, ભવન ૧૯૫૧થી એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરતુ આવ્યું છે. કોરોનાનો સમય ઓસરી જાય પછી ફરી એક વાર રંગમંચ પર નાટ્ય સ્પર્ધાઓ યોજાતી થઇ જશે પણ કમલેશ નો આ સ્પર્ધાનો  ઑનલાઇન અવતાર રસપ્રદ લાગ્યો અને ખરેખર આ ઑનલાઇન સ્પર્ધાએ સ્પર્ધકો માટે એક નવો જોશ ઉભું કર્યું. રંગભૂમિ સાથે સંકળાયેલા મુંબઈના પ્રિતેશ સોઢા, દિલીપ રાવલ અને જામનગરથી વિરલ રાચ્છ  પણ આ યજ્ઞ જોડાયા. ૫૦થી વધારે કલાકાર, લેખક, દિગ્દર્શકોએ આ સ્પર્ધાની પબ્લિસિટી કરવા માટે આ સ્પર્ધાનો ’અવાજ’ બની પોતાના વિડિઓઝ બનાવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચઢાવ્યા અને વાત ધીરે ધીરે શક્ય હોય એટલા બધા જ કાને પહોંચી. ૯ વર્ષથી લઇ ૬૪ વર્ષ સુધીનાં સ્પર્ધકોએ, ૩૦ સાહિત્યકારો (કકાવારી પ્રમાણે) અજય ઓઝા, ઈશ્વર પેટલીકર,  ઉમાશંકર જોશી,  ક. મા. મુનશી, કુન્દનિકા કાપડિયા, ચંદ્રકાન્ત બક્ષી, ચં. ચી. મહેતા, ચુનીલાલ મડિયા, જયંત ખત્રી, જોસફ મેકવાન, જ્યોતીન્દ્ર દવે, ઝવેરચંદ મેઘાણી, તારક મહેતા, દિનકર જોશી, ધર્મવીર ભારતી, ધૂમકેતુ, ધ્રુવ ભટ્ટ, પન્નાલાલ પટેલ,   ભગવતીકુમાર શર્મા, મધુ રાય, મનુભાઈ પંચોલી, મહેન્દ્રસિંઘ પરમાર, યોગેશ પંડ્યા, રમણલાલ વસંતલાલ દેસાઈ,  લાભશંકર ઠાકર, વર્ષા અડાલજા,  સરોજ પાઠક, સુરેશ જોશી, હિમાંશી શેલતની વિવિધ કૃતિઓ પર થી મોનોલોગ્સ, ડ્યુઓલોગ્સ કે સ્કીટ્સ ના માધ્યમથી ૧૫૭ રજુઆત કરી હતી : અમદાવાદ (૧૪), આનંદ (૧), ભાવનગર (૧૧), છત્તીસગઢ (૧), દ્વારકા (૨), ગાંધીનગર (૬), ગોધરા (૧), જામનગર (૮), જૂનાગઢ (૨), ખંભાળીયા (૧), કોલકોતા (૧), કચ્છ (૫), મુંબઈ (૫૧), નડિયાદ (૧), નવસારી (૨), દિલ્હી (૧), પાટણ (૧), રાજકોટ (૯), સાબરકાંઠા (૧), સાવરકુંડલા (૧), સિંગાપુર (૨), સુરત (૧૩), સુરેન્દ્રનગર (૨), યુ. એસ. એ. (૨), વડોદરા (૧૨), વલસાડ (૧), વાપી (૧)

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રિતેશ સોઢા, દિલીપ રાવલ,વિપુલ વિઠલાણી પ્રથમ ફેરીમાં ૧૫૭ કૃતિઓમાંથી બીજી ફેરી માટે ૮૮ કૃતિઓ પસંદ કરી હતી. મીનળ પટેલ, અનુરાગ પ્રપન્ન અને વિરલ રાચ્છ બીજી ફેરીમાં થી ૬૨ કૃતિઓ અંતિમ ફેરી માટે પસંદગી  કરી. અંતિમ ફેરીમાટે પસંદગી પામેલી કૃતિઓ જોઈ નિર્ણાયકોએ કહયું કે સ્પર્ધકોએ લોકડાઉનનો અદભુત ઉપયોગ કર્યો છે. જે રીતે દરેક સ્પર્ધકે પોતે ભજવેલા પાત્રની લાક્ષણિકતા, એની પ્રકૃતિ અને ભાષા નો ખુબ સુંદર અભ્યાસ એ કાબિલ એ તારીફ છે. રંગભૂમિના માધાંતા સંજય ગોરડિયા, અંશુમાલિ રૂપારેલ અને રાજેશ જોશીએ પરિણામ જાહેર કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે કલાકારોનું ભાવી ઉજળું છે એમ જણાવ્યું. આ ડિજિટલ સ્પર્ધા હવે દર વર્ષે મે મહિનામાં  યોજવામાં આવશે અને સાથે સાથે વર્ષ દરિમિયાન અંગ્રીજી, હિન્દી, મરાઠી, ઉર્દુ ભાષાઓમાં પણ યોજાશે એવું કમલેશ મોતાએ હરક વ્યક્ત કર્યું.

દ્વિપાત્રી વિજેતા સ્પર્ધકોની યાદી

પ્રથમ  પારિતોષિક :    જયેશ બારભાયા અને આર્યા બારભાયા (મુંબઈ) – જયંત ખત્રી – ડેડ એન્ડ

દ્વિતીય  પારિતોષિક:  અત: પ્રોડકશન (મુંબઈ) – મધુ રાય – આપણું એવું

તૃતીય પારિતોષિક :  ભરત યાજ્ઞિક થિએટર થેરેપી (રાજકોટ) – ક. મા. મુનશી – ‘પાટણની પ્રભુતા’

મમતા બુચ અને મૌન સાધુ (ગાંધીનગર) – ઝવેરચંદ મેઘાણી – ‘દીકરાનો મારનાર’

પ્રથમ  પારિતોષિક (કલાકાર):  જયેશ બારભાયા – જયંત ખત્રી – ડેડ એન્ડ

મમતા બુચ – ઝવેરચંદ મેઘાણી – ‘દીકરાનો મારનાર’

દ્વિતીય  પારિતોષિક (કલાકાર):    અભિજીત ચિત્રે – મધુ રાય – આપણું એવું

આર્યા બારભાયા  – જયંત ખત્રી – ડેડ એન્ડ

તૃતીય પારિતોષિક (કલાકાર):   શકુન્ત જોશીપુરા –

મધુ રાય – આપણું એવું

રાજુ યાજ્ઞિક – ક. મા. મુનશી – ‘પાટણની પ્રભુતા’

વિશેષ પારિતોષિક : વસંત ઘાસવાલા (૬૪) – ભગવતીકુમાર શર્મા – ‘પ્રતીતિ’

સ્કીટ વિજેતા સ્પર્ધકોની યાદી

પ્રથમ  પારિતોષિક :  કબીરા ફાઉન્ડેશન (સાવરકુંડલા) – ધૂમકેતુ અને ચુનીલાલ મડિયા – સાહિત્ય સૂર પત્ર

દ્વિતીય  પારિતોષિક:    કલા દર્પણ (રાજકોટ) – વર્ષા અડાલજા – મંદોદરી

તૃતીય પારિતોષિક :  તમન્ના કલચરલ સોસાયટી (જામનગર) – કુન્દનિકા કાપડિયા – પ્રેમનાં આંસુ

પ્રથમ  પારિતોષિક (કલાકાર):   વનરાજસિંહ ગોહિલ – ધૂમકેતુ અને ચુનીલાલ મડિયા – સાહિત્ય સૂર પત્ર

દ્વિતીય  પારિતોષિક (કલાકાર):  સૌમ્ય પંડ્યા – કુન્દનિકા કાપડિયા – પ્રેમનાં આંસુ,  મેઘા વિઠલાણી – વર્ષા અડાલજા – મંદોદરી

તૃતીય પારિતોષિક (કલાકાર):   શંકર સિંગ – વર્ષા અડાલજા – મંદોદરી, મેઘા પંડ્યા – કુન્દનિકા કાપડિયા – પ્રેમનાં આંસુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.