Abtak Media Google News

ગુપ્તકાશીથી કેદારનાથ જતી વેળાએ હેલિકોપ્ટર ગરૂડચટ્ટીમાં ખરાબ હવામાનને કારણે નીચે પટકાયું

કેદારનાથ ધામમાં આજે બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.  કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો હતો. જેમાં ભાવનગરની 3 યુવતી સહિત 7 લોકોમાં મોત થયા છે. ઉત્તરાખંડની ટ્રીપમાં ગયેલા ઉર્વી બારડ ઉ.વ. 25, કૃતિ બારડ ઉ.વ.30, પૂર્વા રામાનુજ ઉ.વ. 26નું આ દુર્ઘટનામાં નિધન થયું છે. કેદારનાથથી પરત ફરતી વખતે ગરુડચટ્ટી પાસે આ અકસ્માત થયો હતો.  ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ અને એડિશનલ સેક્રેટરી સી રવિશંકરે અકસ્માતમાં 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે.  માહિતી મળતાની સાથે જ ટીમ બચાવકાર્ય માટે રવાના થઈ ગઈ હતું. ધુમ્મસમાં ઉડવું એ અકસ્માતનું કારણ હોવાનું કહેવાય છે.

આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું.  હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું.  હેલિકોપ્ટરમાં પાયલટ અને 6 શ્રદ્ધાળુઓ સવાર હતા.  જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું.  હેલિકોપ્ટર જમીન પર પડતાં જ આગની લપેટમાં આવી ગયું હતું.

ત્રણેય આશાસ્પદ યુવતીઓની કેદારનાથના દર્શન કર્યા બાદની હેલિકોપ્ટરની સફર અંતિમ સફર બની !!

ભાવનગરની ત્રણ યુવતીઓ ઉર્વી બારડ ઉ.વ. 25, કૃતિ બારડ ઉ.વ.30, પૂર્વા રામાનુજ ઉ.વ. 26 ઉત્તરાખંડ પ્રવાસે ગઈ હતી. ત્યાં તેઓએ ગુપ્તકાશી કેદારનાથની હેલિકોપ્ટરની નાઈટ સ્ટે સાથેની રાઉન્ડ ટ્રીપની ટીકીટ લીધી હતી. જે ત્રણ ટીકીટ રૂ. 23250માં તેઓએ બુક કરી હતી. તેઓ ગઈકાલે ગુપ્તકાશીથી કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાંથી આજે ગુપ્તકાશી હેલિકોપ્ટર મારફત પરત આવી રહ્યા હતા. કેદારનાથના દર્શન કર્યા બાદની આ હેલિકોપ્ટરની સફર તેઓની અંતિમ સફર બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.