Abtak Media Google News

દેશમાં હેલીકોપ્ટર ઉડાવવા માટે કોમર્શિયલ પાયલોટ તૈયાર કરવા માટે પહેલી વાર કોર્ષ શરુ થશે જે આવતા વર્ષે જાન્યુઆરીથી ચાલુ કરવામાં આવશે. સરકારી હેલીકોપ્ટર પ્રવતા કંપની પવનહંસ લીમીટેડ અને વિમાન નિર્માતા કં૫ની હિન્દુસ્તાન એયરોનોટિક્સ લીમીટેડ મળીને આ કોર્ષનો પ્રારંભ કરવા જઇ રહી છે. પવન હંસનાં અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક બી વી શર્માના કહ્યા મુજબ વિદ્યાર્થીઓને ક્લાસરુમમાં અભ્યાસની સાથે સાથે દિલ્લીના રોહિણીમાં આવેલાં એકમાત્ર હેલીપોર્ટમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓને હિન્દુસ્તાન એયરોનોટિક્સ લીમીટેડ, બેંગ્લોરમાં હેલીકોપ્ટરના ટેકનીકલ ક્ષેત્રની પણ જાણકારી આપવામાં આવશે. જેમાં હેલીકોપ્ટરની તમામ જાણકારી આપવામાં આવશે. ખાસ વાત એ કે પ્રાઇવેટ કં૫નીઓ સેનાના રિટાયર્ડ પાઇલોટ સાથે વિદેશોમાં કુશળ પાઇલોટની ભર્તી કરે છે. આ પહેલીવાર બન્યું છે કે દેશમાં હેલીકોપ્ટરના કોમર્શીયલ પાઇલોટ તૈયાર કરવા માટે અનેક કોર્ષ શરુ કરવામાં આવી રહ્યા છે. પવન હંસ અને ખાનગી કં૫નીઓના મળીને આ સમયે દેશમાં આશરે ૨૮૦ હેલીકોપ્ટર છે જ્યારે આ કોર્ષની પહેલી બેચમાં વિદ્યાર્થીઓ માટે માત્ર ૨૦ સીટ જહશે, તો જો હેલીકોપ્ટર ઉડાન કરવી છે તો તુરંત કરો એપ્લાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.