Abtak Media Google News

એક ખાનગી જમીન સંપાદનનું કામ બાકી હતું, હાલ બાહેંધરી અપાતા મામલો થાળે પડ્યો

રાજકોટનું હિરાસર એરપોર્ટનું કામ અઢી મહિનામાં પૂર્ણ થઈ જશે તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું છે. વધુમાં એવું જાણવા મળી રહ્યું છે કે જુલાઈનાં અંત અથવા ઓગસ્ટની શરૂઆતમાં એરપોર્ટ શરૂ થઈ શકે છે. વડાપ્રધાન એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે.

મળતી માહિતી મુજબ હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન જુલાઈ અથવા ઓગષ્ટ મહિનામાં થાય તેવી સંભાવના છે. ત્યારે એરપોર્ટની કામગીરી હાલ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. તેમજ રન-વે, ટેક્સી-વે, આઈસોલેશન, ફાયર સ્ટેશનની કામગીરી પૂર્ણતાનાં આરે છે. હાલ એક જમીનનું સંપાદન બાકી રહી ગયું હોય, જમીનધારકને બાહેંધરી આપવામાં આવતા તેને સહમતી આપી દીધાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કલેક્ટર દ્વારા હિરાસર એરપોર્ટની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટને કાર્યરત કરવા માટે જરૂરી કામગીરી અંતિમ ચરણમાં છે. ક્ધસ્ટ્રક્શન કામગીરી મોટાભાગની પૂર્ણતાના હારે છે. 3040 ડ્ઢ 45 મી. રનવે ,એપ્રોન , ટેક્સી વે,  બોક્સ કલવર્ટ , આઇસોલેશન બે, ફાયર સ્ટેશન સહિતની કામગીરી સો ટકા પૂર્ણ થઈ ચૂકી છે આ સાથે એ.જી.એલ સબ સ્ટેશન સો ટકા , ગ્રેડિંગ સો ટકા, ઇન્ટર્નલ એપ્રોચ રોડ પૂર્ણ થઈ ગયેલ છે. ઇન્ટ્રીમ ટર્મિનલ બિલ્ડીંગ 95 ટકા પૂર્ણ થયેલ છે. પવન ચક્કીઓ સાત પૈકી 6 શિફ્ટ થઈ ગયેલ છે. મેઇન એપ્રોચ રોડ પૂર્ણતાના આરે છે. એપ્રોચ રોડ પર પ્લાન્ટેશન કરવામા આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.