Abtak Media Google News

ઢોર પકડ ઝુંબેશ સામે પશુપાલકોએ રોષપૂર્ણ રેલી યોજી હતી. જેમાં તેઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવાની સાથે કોર્પોરેશન ચોકમાં ચક્કાજામ પણ કર્યો હતો. આ ઉપરાંત પહેલા જગ્યા આપો પછી કાયદા લાવો તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

વધુ ગાય હોય તેઓને ગૌચરની જમીન ફાળવવામાં આવે, ઓછી ગાય હોય તેઓને ઘરે જ ગાય સાચવવાની છૂટ આપવામાં આવે તેવી માંગ

મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રસ્તાઓ પર આવતી ગાયો કોર્પોરેશન દ્વારા પકડવી જરૂરી છે. પરંતુ હાલમાં ઘરમાંથી પણ ગાયોને પકડી લેવામાં આવે છે. તે વ્યાજબી લાગતુ નથી. કોર્પોરેશન જે ગાયોને પકડે છે તે ઢોર ડબામાં રાખે છે. ત્યા પુરતી માવજત થતી અને તે ગાયોને ગમે તે ગૌશાળાઓને આપી દેવામાં આવે છે. ત્યારબાદ તે ગાયોનું શું થાય છે તેની કોઈ જાણકારી નથી. કોઈ હિસાબ નથી. ઘણી બધી ગૌમાતાના મૃત્યુ થયા છે તેની પણ માહિતી છે. આ બાબને હાઈકોર્ટ દ્વારા પણ દુ:ખ વ્યકત કરવામાં આવ્યું છે.

હાઈકોર્ટ દ્વારા મુખ્ય બે સલાહ આપવામાં આવી છે.પરંતુ કોર્પોરેશન ફકત ગાય પકદવા ઉપર જ ફોકસ કરો છે. ગૌચર ખાલી કરાવવા ઉપર ધ્યાન અપાતું નથી.  જે સ્ટાફનો કાફલો ગૌમાતાને પડકવામાં લઈ જવામાં આવે છે તે કાફલાને ગૌચર ખાલી કરાવવા લઈ જાવ.

વધુ ગાયની સંખ્યા ધરાવતા ગૌપાલકોને ગૌચરની જગ્યા ફાળવો તેથી જાતે ગૌમાતાને રાખી શકે. પરંતુ 2 કે 3 ગાય ધરાવતા લોકો જેઓ પોતાના ઘરે રાખી શકે તેમ છે. તેમને રાખવાનો અધિકાર આપો. શ્વાન રાખવા માટે લાઈસન્સ ન હોઈ તો ગાય માટે શેનુ લાઈસન્સ?

પકડાયેલ ગાયોને ગમે તે ગૌશાળા ને આપવાને બદલે ગૌચર આપ્યા પછી તેના પાલકોને જ આપવી જેથી તે સારી રીતે સાચવી શકે. 31 ડિસેમ્બરની જે લાસ્ટ ડેટ છે. તેમાં વધારો કરી આપવામાં આવે. જે જગ્યા ફાળવો ત્યા પાસે પાણી સરળતાથી મળી રહે તેવી જગ્યા ફાળવવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.