Abtak Media Google News

દુષ્કર્મ-રેપ નામ સાંભળીને જ આપણા રુવાડા ઉભા થઇ જતા હોય છે. રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વકૃત માણસો નાની બાળકીથી માંડીને વૃદ્ધાને પણ છોડતા નથી ત્યારે મોરબીમાં દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે જ્યાં યુવતી સાથે યુવકે નામ બદલીને દુષ્કર્મ આચર્યું હતું.

શહેરી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીને લલચાવી ફોસલાવી એક યુવકે પોતાની અસલ નામ બદલીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.મળતી માહિતી મુજબ મોરબીના શહેરી વિસ્તારમાં રહેતી એક યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આસિફ મામદ ભાઈ મકરાણી નામના યુવકે તેની સાથે નામ બદલીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

Screenshot 19
થોડા સમય પેહલાં આ યુવક સાથે પરિચયમાં આવી હતી અને ત્યારે આશિફે તેનું નામ અશોક બાબુભાઈ હોવાનું જણાવ્યું હતું ત્યારે અશોક સમજીને તેની સાથે પરિચય માં કેળવીને યુવતીને મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં લઈ જઈ ને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહે તો યુવતી અને તેના પરિવાર મે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

યુવક આસિફ ઉર્ફે અશોક દ્વારા યુવતીને કહેવામાં આવ્યું હતું કે હવે તારે ને મારે કોઈ સંબંધ નથી તેમ કહીને યુવતી પાસેથી કોરા કાગળ માં સહી કરાવી લેવામાં આવી હતી અંતે યુવતી ને આ યુવકની હકીકત ખબર પડી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આસિફ મામદ મકરાણી ઉર્ફે અશોક બાબુભાઈ (રહે.મકરાણી વાસ મોરબી)વાળા ઇસમ વિરૂદ્ધ અપહરણ,બળાત્કાર અને પોકસો સહિતની વિવિધ કલમો 363,376(2)(N),376(3),506(2) અને પૉક્સો એક્ટ 5(L)6 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.