Abtak Media Google News

ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા કાર્યકર્તા સન્માન સમારોહ યોજાયો

રાજકોટ દક્ષીણ, વિધાનસભા-70 બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ધ્વારા કાર્યર્ક્તા સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, વિધાનસભા-70ના ઈન્ચાર્જ અને શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિહ ઝાલા, જયોત્સનાબેન હળવદીયા, અશ્ર્વીન પાંભર, રમેશભાઈ દોમડીયા, અનીલ લીંબડ, યોગેશ ભટૃ, હીતેશ ઢોલરીયા, હરીભાઈ રાતડીયા, વિપુલ માખેલા, જયંતીભાઈ નોંધણવદરા, કેતન વાછાણી, ભરત સવસેટા, શૈલેષ હાપલીયા, શૈલેષ ડાંગર, સમીર

Advertisement

પરમાર, કીર્તીબા રાણા, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મક્વાણા, જયાબેન ડાંગર, વર્ષાબેન પાંધી, જે.પી. ધામેચા સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ તકે વિધાનસભા-70માં સમાવિષ્ટ વોર્ડમાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ લીડવાળા બુથમાં બુથ ઈન્ચાર્જને ઈનામ વિતરણ કરાયા હતા. આ તકે અનીલભાઈ પારેખ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, જયોત્સનાબેન હળવદીયા, વિરેન્દ્રસિહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, દિવ્યરાજસિહ ગોહિલ, સંદીપ ગાજીપરા, સુરેન્દ્રસિહ વાળા, નિતીન રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, વિનુભાઈ ઘવા, ગૌતમ ગોસ્વામી, રવજીભાઈ મક્વાણા, ર્ક્તિીબા રાણા, કેતન પટેલ, નિલેશ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મક્વાણા સહિતના અગ્રણીઓ ધ્વારા ઈનામ વિતરણ કરાયા હતા. આ તકે   કમલેશ મિરાણીએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી એ  પંચનિષ્ઠાને વરેલી કાર્યર્ક્તા આધારીત પાર્ટી છે, પાર્ટીનો કાર્યર્ક્તા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સતત કાર્યરત રહયો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં રાજયમાં સર્વત્ર ભગવો લહેરાયો છે અને રાજકોટમાંથી ચાર કમળ ખીલવવા માટે કાર્યર્ક્તાઓએ પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી  છે. ત્યારે વિધાનસભા-70 ના કાર્યર્ક્તાઓના આ સન્માન સમારોહને  શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા.

આ તકે રમેશભાઈ ટીલાળાએ જણાવેલ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે વિધાનસભા-70ના ધારાસભ્ય તરીકે મને મળેલ જીત એ કાર્યર્ક્તાઓના અથાક પરીશ્રમને આભારી છે.ત્યારે  વિધાનસભા-70ના તમામ કાર્યર્ક્તાઓએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને સમર્થન આપીને સોળે કળાએ કમળ ખીલવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.