Abtak Media Google News

હવે તમે હીરો મોટોકોર્પ બાઇક અને સ્કૂટર્સ ઓનલાઇન ખરીદી તેની ડિલિવરી પોતાના ઘરે કરાવી શકો છો. કંપનીએ તેનાં ટુ-વ્હીલર્સની હોમ ડિલિવરી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા ફક્ત કંપનીની ઇ-કોમર્સ વેબસાઇટ પરથી હીરોની બાઇક અથવા સ્કૂટર ખરીદવા પર મળશે. હોમ ડિલિવરી માટે તમારે 349 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

હીરો મોટોકોર્પનાં ટૂ-વ્હીલર્સની બુકિંગ અને તેની હોમ ડિલિવરીની ઓનલાઇન સુવિધા 3 સરળ પગલામાં ઉપલબ્ધ છે. આ માટે તમારે કંપનીનાં ઇ-કોમર્સ પોર્ટલ https://www.hgpmart.com પર જવું પડશે.

ત્યારબાદ લોન ઈન કરીને તમારે બાઇક અને ડીલરની પસંદગી કરવી પડશે. પછી નીચે તમને હોમ ડિલિવરીનો વિકલ્પ દેખાશે, જેને સિલેક્ટ કરવાનો રહેશે. હવે તમારે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે, જે બાઇકની બુકિંગ અમાઉન્ટ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.