Abtak Media Google News

દેશમાં આતંકવાદી પ્રવૃતિઓ કરવા માટે અન આતંકવાદને વધારવા  માટે આવા સંગઠનોનો મુખ્ય આવકનો સ્ત્રોત ગણી શકાય એવો ડ્રગ્સના કારોબારનો મોટો હિસ્સો છે. ભુતકાળમાં એકથી વધુ વખત આતંકવાદી કૃત્યોમાં રેઢો માર્ગ જેવો પુરવાર થઇ ગયેલો છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો સાગર તટ વધુમાં વધુ આવી પ્રવૃતિઓ માટે ઉપયોગમાં લેવાતો આવ્યો જ છે. જેની સુરક્ષા અને આ પ્રવૃતિઓને ડામવા એજ્ઞીએસ્ટ દ્વારા સકંજો કસવામાં આવશે.

Advertisement

દેશમાં થતી આવી પ્રવૃતિઓમાં ગુજરાત એટીએસ દ્વારા બાજ નજર રખાતી હોય છે. વાત થતી હોય જયારે ડ્રગ્સની તો છેલ્લા બે વર્ષમાં પાંચ એવા બનાવો બન્યા છે જેમાં ૭૦૦૦ કરોડનો ડ્રગ્સ સ્મગલીંગનો માલ એટીએસે સીઝ કર્યો છે.

ગુજરાત રાજય છેલ્લા કેટલાક સમયથી સ્મગલીંગ એકટીવીટી માટે ઉપયોગમાં લેવાયા માંડયો છે. જે વાત કરવામાં આવે ગુજરાતના દરિયા કાંઠા કે જે ઓખા, સલાયા, અને માંડવી નજીકનો છે. જયાં આવી પ્રક્રિયા દાયકાઓથી સક્રિય છે. જે રીતે રીલંકન નેવી દ્વારા દરિયાઇ સ્મગલરોને સેટ એન્ડ સાઇટ ના ઓર્ડર અપાયા છે. અને જેનાથી આ દરિયાઇ સ્મગલીંગ પર રોક લગાવવામાં યુ.એસ. સરકાર સફળ રહી છે. જયારે તેમની પાસે ખાસ કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ-૧૫૦ કે જે ગલ્ફ માં કાર્યરત છે. આવી ફોર્સ ગુજરાતે ૧૫૬ ના દિવસોમાં જ તૈયાર કરવી પડશે તેવા એંધાણ થઇ રહ્યા છે.

જયારે આવનારા સમયમાં એટલે કે ૨૦૨૨ માં ફીફા વર્લ્ડ કપ ૨૦૨ર કતારમાં થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતએટીએસની માહીતી પ્રમાણે ગુજરાતના દરિયા કાંઠાનો ઉપયોગ વધુમાં વધુ કરવામાં આવે છે. જયારે સ્મગલરોની નજર હાલ તો ફીફા વર્લ્ડ કપમાં ડ્રગ્સ પહોચાડવાનું હોય તેવી સ્થીતીનું નિર્માણ થઇ રહ્યું છે. જયારે આ ફીફા વર્લ્ડ કપમાં ડ્રગ્સ પહોચાડવાની તૈયારીઓ અત્યારથી જ થવા લાગી છે. જેથી ગુજરાત એટીએસ દ્વારા ખાસ નજર રખાઇ રહી છે.

રાજયની એટીએસ એ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ોડસબા ગામની સીમમાં રૂ ૧૫ કરોડની કિંમતના પાંચ કિલો જેટલા હેરોઇન નામના માદક પદાર્થ સાથે અઝીઝ અબદુલરમીક ભગાડ નામના શખ્સને ઝડપી લેવાયો હતો. એટીએસએ ભગાડ સહીત આરીફ આમદ સુમરા સહીત બે શખ્સને ઝડપી પાડયા હતા. આ હેરોઇન ચાર માસ પહેલા માંડવી ખાતે ઉતારવામાં આવેલ. રૂ ૩૦૦ કરોડના ૧૦૦ કિલો હેરોઇન હોવાનું જણાવ્યું છે. જયારે આ જથ્થા સાથે આતંકવાદી સંગઠનની સંડોવણી હોવાનું જણાવાયું છે. એટીએસની રજુઆત બાદ કોર્ટે તા.ર૦ સુધીના રીમાન્ડ મંજુર કર્યો છે.

જયારે સૌરાષ્ટ્રમાં પણ કચ્છના સગાર કાંઠા દેશદ્રોહ પ્રવૃતિઓ માટે ઉપયોગી થયો છે. જેમાં ૧૯૯૩ માં પોરબંદર પાસેના ગોસા બારામાં આરડીએકસ, હથિયાર સહીતના ક્ધસાઇન્મેન્ટ ઉતર્યા હતા. એ જ રીતે હાલ દેવભૂમિ જીલ્લામાં આવેલ સલાયાનો દરિયા કાંઠો દાણચોરી માટે કુખ્યાત છે.

ત્યારે આવનારા સમયમાં સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ માટે પ એક પડકાર છે. કારણ કે ગુજરાતમાં અંદાજે ૩૩૦૦૦ જેટલી બોટોનું રજીસ્ટ્રેશન થયેલ છે. જે અવાર નવાર એક બીજા દેશોમાં ફિશરીંગ અને માલ સામાનની અવર જવર કરીરહ્યા છે. ત્યારે તેમને ટ્રેક કરવા એ પણ એક પડકાર રુપ છે. જયારે બીજા દેશની મદદ લઇ અને ત્યાંથી પણ ઇનપુટસના આધારે આવનારા સમયમાં આ દરિયા કાંઠાને ‘કુબેર માર્ગ’બનાવી સ્મગલીંગ કરતા લોકો પર બાજ નજર રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.