Abtak Media Google News

અબતક,રાજકોટ

Advertisement

ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઓછુ હોવાનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ દાવાને તદ્ન ખોટો સાબિત કરતાં આંકડાઓ બોલી રહ્યાં છે. કોર્પોરેશનમાં ક્લિનર કમ જુનિયર ફાયરમેનની ૨૫ જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં અરજીઓ મંગાવવામાં આવી હતી. જેના માટે ૬,૭૩૧ ઉમેદવારોએ અરજી કરી છે. ધાર્યા કરતા વધુ અરજીઓ આવતાં હવે આગામી ૧૪ સપ્ટેમ્બરથી સળંગ ૧૦ દિવસ રોજ ૬૦૦ ઉમેદવારોને પ્રેક્ટીકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને મેરિટના આધારે પસંદગી કરાશે.

ફાયર બ્રિગેડ શાખામાં ખાલી પડેલી ૨૫ ક્લિનર કમ જુનિયર ફાયરમેનની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ૨૫ જગ્યાઓ માટે ૬,૭૩૧ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. પસંદગી માટે હવે પ્રેક્ટીકલ ટેસ્ટ લેવામાં આવશે. કોઠારીયા મેઇન રોડ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ સ્વિમિંગ પુલ ખાતે આગામી ૧૪ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન રોજ ૬૦૦ ઉમેદાવારની પ્રેક્ટીકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જેમાં ઉમેદવારોની છાતીની સાઇઝ, ઉંચાઇ અને વજનની ચકાસણી કરવામાં આવશે. સ્વિમિંગ ટેસ્ટમાં ૧૦૦ મીટર, સ્વિમિંગ, ડીપ ડાઇવીંગ ટેસ્ટ, રોપ ક્લાઇબીંગ ટેસ્ટ, હોઝ પાઇપ વીથ રર્નીગ ટેસ્ટ લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.