Abtak Media Google News

મોરબી ઝુલતા પુલ દર્ઘટનામાં 135 મૃતકના વારસદારો અને 69 ઘવાયેલાઓને યોગ્ય વળતર મળી રહે તે માટે હાઇકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન એક કરોડનું વળતર ચુકવવા થયેલી માગ સામે ઓરેવા ગૃપ દ્વારા સ્વૈચ્છીક રીતે રુા.5.27 કરોડ ચુકવવાની તૈયારી બતાવી હતી જેની સામે આ રકમ યોગ્ય અને વ્યાજબી છે તેવો અદાલત દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો. જયસુખ પટેલને અદાલત તક આપવા માગે છે પરંતુ સરકાર અને ઓરેવા ગૃપ કંઇ રીતે અને કેટલુ વળતર ચુકવવા માગે તેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.

Advertisement

મોરબી પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટનો વચગાળાનો હુકમ ફરમાવ્યો છે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટના કે જેમાં ૧૩૫ લોકોના જીવ હોમાયા હતા તેને લઈને હાઇકોર્ટે સુનાવણી કરી છે જેમાં ઓરેવા કંપની મૃતકના પરિવારને ૧૦ લાખ અને દરેક ઈજાગ્રસ્તને રૂ ૨ લાખ ચુકવવાનો આદેશ ફરમાવ્યો છે.

30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનો લેવાયો’તો ભોગ 

મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાતા હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પીટીશન દાખલ કરવામાં આવતા ગઈકાલ બાદ આજે બીજા દિવસે પણ ઝૂલતા પુલ કેસ સંદર્ભે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ સંદીપ એન.ભટ્ટની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા રાજ્યભરના પુલ અંગેની કોમન પોલીસી અંગે વિસ્તૃત જાણકારી કોર્ટને આપી હતી. સાથે જ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારના પુલ માટે જાળવણી સંદર્ભે સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગની જે પોલીસી અમલમાં છે તેવી જ કોમન પોલીસી આગામી માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામા લાગુ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.