Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના પગરણ હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યા છે,

કૃષિથી લઈ અવકાશ સુધીની ઔદ્યોગિક હરણફાળ તરફ આગળ વધી રહેલા ભારતના ઔદ્યોગિક વિકાસમાં કૃષિ વિકાસ દરની જેમ ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે પણ કાઠું કાઢ્યું છે …આત્મ નિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા ના ક્ધસેપ્ટને ગુજરાતની દવા બનાવતી કંપનીઓએ ખૂબ જ સારી રીતે સિદ્ધ કર્યું છે.

અમેરિકા જેવા વિકસિત દેશો પણ ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ નું લોઢું માની ગયા છે. કોરોના કાળમાં કોરોનાની રસી ના સંશોધનથી લઈને વિતરણ અને વિશ્વના અનેક દેશોને સહાયભૂત થયેલા ભારતના આરોગ્ય ક્ષેત્રની સેવાએ વૈશ્વિક મંચ પર ભારતના આરોગ્ય વ્યવસ્થાપન તંત્રની એક આગવી અને વિશ્વાસપાત્ર શાખ ઊભી કરી દીધી છે. ભારતના તબીબી સંશોધનો વૈજ્ઞાનિક સંશોધન અને ઉપલબ્ધિઓ પ્રત્યે સમગ્ર વિશ્વમાં એક અતૂટ વિશ્વાસ નું વાતાવરણ ઊભું થયું છે.. તેમાં પણ ગુજરાતની દવા કંપનીઓ ની ઉપલબ્ધિઓ અને દવાઓની ગુણવત્તાથી લઈ લેટેસ્ટ મેડિસન અપડેટ સાથે દવાઓ ના આવિષ્કારથી ગુજરાત સમગ્ર વિશ્વ માટે વેદ બનવાની ભૂમિકા તરફ આગળ વધી રહ્યું છે.

એક જમાનામાં જટિલ ઓપરેશન અને ગંભીર બીમારીઓ માટે ભારતીયોને બ્રિટન કે અમેરિકાની મેડિકલ સંસ્થાનોમાં જવું પડતું હતું ..આજે પવન સંપૂર્ણપણે ફરી ગયો હોય તેમ ભારતમાં મેડિકલ ટુરીઝમ નો ગ્રાફ રોકેટ ગતીએ ઊંચે ચડી રહ્યો છે.. ભારતમાં કિફાઈતી દર સાથે આધુનિક ટેકનોલોજી સભર મેડિકલ સુવિધાઓની ઉપલબ્ધિને લઈને અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા જેવા શ્રીમંત દેશમાંથી પણ દર્દીઓ પરવડે તેવી વિશ્વસનીય સારવાર માટે ભારત આવતા થયા છે. આશિયાન અને આફ્રિકાના ગરીબ મધ્યમ દેશો અખાતના મુસ્લિમ રાષ્ટ્રો ની મેડિકલ ટુરીઝમ ટ્રાફિકની જેમ જ હવે પશ્ચિમી દેશોમાંથી પણ ભારતમાં સારવાર માટે આવનાર ની સંખ્યા વધી છે ..અમેરિકા માં ભારત અને ખાસ કરીને ગુજરાતની કંપનીઓની 200થી વધુ દવાઓ લોન્ચ થઈ છે.

અમેરિકન સેનેટે ગુજરાતની કંપનીઓ ની દવાને વિશ્વસનીય રીતે માન્યતા આપવાનું વલણ અત્યાર કર્યું છે. અમેરિકાનું સ્વાસ્થ્ય હવે ગુજરાતી કંપનીઓના હાથમાં આવી ગયો હોય તેમ ગુજરાતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અમેરિકામાં ગુજરાતની 200 થી વધુ દવાઓનું વેચાણ થશે . ગુજરાત આરોગ્ય ક્ષેત્રે કોરોનાની મહામારી ના કસોટી કાળમાં માં સો ટકા માર્ક થી પાસ થયું હતું હવે અમેરિકાના પગલે સમગ્ર વિશ્વના વિકસિત વિકાસશીલ રાષ્ટ્રમાં મેડ ઇન ઇન્ડિયા ની ગુજરાતી દવાઓની બોલબાલા વધી રહી છે તે ભારતના વૈશ્વિક ગુરુ બનવા તરફના ગૌરવ ગૌરવસાળી પગલા જ ગણાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.