Abtak Media Google News

પત્રકાર ભૌમિક તળપદા અને સતિષભાઇ વડગામા સાથે કરી મૂક્તમને વાતચિત: “અબતક” લખાણ શૈલીની સરાહના કરી

ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયક હાલ સૌરાષ્ટ્રની મૂલાકાતે છે. તેઓ અલગ-અલગ સ્થળોએ સંગઠાત્મક પ્રવાસો અને બેઠક કરી રહ્યા છે. દરમિયાન તેઓએ ગઇકાલે પડધરીમાં “અબતક” મીડિયા હાઉસની શૂભેચ્છા મૂલાકાત લીધી હતી. પત્રકાર ભૌમિક તળપદા અને સતિષ વડગામ સાથે મૂક્ત મને વાતચિત કરી હતી. “અબતક” સમાચારને મૂલવવાની આવડત અને લખાણ શૈલીના તેઓએ વખાણ કરી સફળતામાં શિરમોર બને તેવી શુભકામના પાઠવી હતી.

પડધરીમાં “અબતક” મીડિયા હાઉસ એન્ડ કેંગન વોટર હાઉસની ભાજપના પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ યોગેશ ગઢવી, ગુજરાત સામાજિક સંકલન સેલના ઇન્ચાર્જ હેમરાજભાઈ પાડલીયા, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કેતન બ્રહ્મભટ્ટ, રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નવીનપરી ગૌસ્વામી, રાજકોટ જિલ્લા યુવા પ્રમુખ અશ્વિનભાઈ મોલીયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ચાંવ, રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ ધીરુભાઈ તળપદા, પડધરી તાલુકા બક્ષીપંચ મોરચા મહામંત્રી હિરેનભાઈ ફાંગલીયા, પડધરી તાલુકા પૂર્વ યુવા પ્રમુખ નિલેશભાઈ તળપદા, પડધરી તાલુકા યુવા ભાજપ મહામંત્રી વિરમભાઈ ધ્રાંગીયા તથા ચિરાગભાઈ તળપદા, કુલદીપ જાડેજા, પડધરી તાલુકા આઇટી સેલ ઇન્ચાર્જ ભાવલજીત ડોડીયા તેમજ પ્રદેશ જિલ્લા તથા તાલુકાના સંગઠન ટીમના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહી “અબતક” પત્રકારો વિશે પડધરી તાલુકાની ચર્ચાઓ કરી વિકાસના કામો વિશે વિચાર વિમર્શ કર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પડધરી તાલુકા ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કવલજીતભાઈ ડોડીયા તથા રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ નિખિલભાઇ ગજ્જરએ જહેમત ઉઠાવી હતી. યોગેશભાઈ ગઢવી દ્વારા આ તકે સંગઠનને વધુ મજબૂત કરવા નવી કાર્યશૈલીઓ અંગે ચર્ચા કરી ઉપસ્થિત તમામ લોકોનો ઉત્સાહ વધાર્યા. આ કાર્યક્રમમાં સંતો મહંતોના સન્માન પણ કરવામાં આવેલ તથા ભૌમિકભાઈ તળપદા તેમજ સતિષભાઈ વડગામા દ્વારા અતિથીઓનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી ખાસ મોમેન્ટો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

આ સાથે કેંગન વોટર અને તેમની વર્તમાન સ્થિતિમાં જરૂરિયાત સંદર્ભે ગ્લોબલ હેલ્થ વોરિયર્સના મેન્ટરે વર્તમાન સ્થિતિમાં જરૂરિયાત સંદર્ભે કેંગન વોટર વિશે માહિતી આપી હતી. કેંગન વોટરની એનેજીક કંપનીને ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમને સ્કીલ ઇન્ડિયામાં સ્થાન આપતા ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ કેંગન વોટરમાં ભૌમિકભાઈ તળપદાએ 6-એ લેવલ પ્રાપ્ત કરવા બદલ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.