Abtak Media Google News

કુદરતના ક્રમના ચેડાથી ચારધામ ‘ભૂતકાળ’ બને તેવી સ્થિતિ ?!!!

જોશીમઠમાં 460 જગ્યાએ જમીનની અંદર 40-50 મીટર ઊંડી તિરાડો જોવા મળી છે.

ભૌતિકતા તરફ લોકોનો ઝુકાવ વધતા ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે કુદરતના ક્રમના ચેડાથી ચારધામ ભૂતકાળ બની જાઇ તેવી  સ્થિતિ હાલ ઉભી થઇ છે. પરિણામે સમગ્ર હિમાલયન રેન્જમાં જોખમ ઉભું થયું છે. માત્રને માત્ર જોશીમઠ જ નહીં, ઋષિકેશ, નૈનિતાલ , શિમલામાં પણ જોશીમઠ વાળી થાય તો નવાઈ નહીં. હાલ જે રિપોર્ટ તૈયાર થયો છે તેમાં એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે, જોશીમઠમાં 460 જગ્યાએ જમીનની અંદર 40-50 મીટર ઊંડી તિરાડો જોવા મળી છે. જે હિમાલયન રેન્જ માટે ખતરે કી ઘંટી સમાન છે.

જોશીમઠને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના પ્રાથમિક રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે જોશીમઠ શહેરની અંદર લગભગ 460 જગ્યાએ જમીનની અંદર 40-50 મીટર ઊંડી તિરાડો જોવા મળી છે. જેથી ભૂસ્ખલનથી પ્રભાવિત 30 ટકા ભાગ ગમે ત્યારે ધસી શકે છે. ભૂસ્ખલન વાળા 2500 મકાનોને અસર થઈ છે અને 4000 લોકો અસરગ્રસ્તો છે.

તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં જે બ્લાસ્ટ થયો તે બાદ જોશીમઠની સ્થિતિમાં ઘણો ફેરબદલ આવ્યો હતો અને જમીન પકન સરકવા લાગી હતી. માત્ર જોશીમઠ જ નહીં, કર્ણપ્રયાગ, ઉતરકાશી, ગુપ્તકાશી,  ઋષિકેશ, નૈનિતાલ, અને મસુરીમાં પણ જમીનો સરકી રહી છે. જે વાતની ગંભીરતા સરકારે લેવી જરૂરી છે.  જોશીમઠથી 80 કિલોમીટર દૂર આવેલા કર્ણપ્રયાગમા આવેલા ઘરમાં પણ તિરાડો પડી રહી છે જે ખરા અર્થમાં ખતરે કી ઘંટી સમાન છે.

સ્થાનિકોનું માનવું છે કે, જે રીતે ચણતરનું કામ ચાલી રહ્યું છે, પહાડોને તોડવામાં આવી રહ્યા છે તેના કારણે હાલ આ સ્થિતિ ઉદ્ભવીત થઈ છે. આ સ્થિતિમાં ભૂસ્ખલનથી પ્રભાવિત 30 ટકા ભાગ ગમે ત્યારે ધસી શકે છે. એટલા માટે આ વિસ્તારમાંથી લગભગ 4000 અસરગ્રસ્તોને તરત વિસ્થાપિત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જે મકાનો અસરગ્રસ્ત થયા છે તેમને પણ ટૂંક સમયમાં ધ્વસ્ત કરવા પડશે. આ ખુલાસો કેન્દ્રીય તપાસ એજન્સીઓના પ્રાથમિક રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ નેશનલ ડિઝાસ્ટર મેનેજમનેટ ઓથોરિટીને સુપરત કરવામાં આવ્યો છે.

જોશીમઠના ઢોળાવવાળા પહાડો કાટમાળના ઢગલાં પર બનેલાં છે. જે માટીએ પથ્થરોને જકડી રાખ્યા છે. આ માટી પાણીની સાથે વહી ચૂકી છે. પથ્થરોની નીચેનો ભાગ પોલો થઈ ચૂક્યો છે. એટલા માટે ભાર સહન કરવાની ક્ષમતા ધીરે ધીરે ખતમ થઈ રહી છે. સીબીઆરઆઈએ વિસ્થાપન માટે ત્રણ સાઈટ પણ જોઈ રાખી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, સર્વેમાં સામે આવ્યું છે કે, ભૂસ્ખલનવાળા વિસ્તારોમાાં 4000 નહીં પરંતુ 2500 મકાનો છે અને તેમાં રહેતા 4000 લોકો અસરગ્રસ્ત છે. ત્યારે તિરાડોવાળા 30 ટકા મકાનો તરત ધ્વસ્ત કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જ્યારે બાકીના મકાનોને રિટ્રોફિટિંગની શક્યતાઓ તપાસવા માટે સલાહ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.