જાનકી બોડીવાલાને કોણે કરી વશ ?? આ દ્રશ્યો જોઇને તમને આઘાત લાગશે

તમે ઘણી વખત ઘરના વૃદ્ધો પાસે સાંભળ્યું હશે કે કોઈ તમને વશ કરી શકે છે અથવા તો પહેલાના ઋષિમુની વશીકરણ વિદ્યા જાણતા હતા અને કોઈ પણ વ્યક્તિને વશ કરી શકતા પરંતુ આજના આ ૨૧મી સદીના ટેકનોલોજીકલ યુગમાં શું તમે વિશ્વાસ કરશો કે કોઈએ તમને વશ કર્યા છે અને તમે તેનું જ કહ્યું કરો છો ??? ગુજરાતી ફિલ્મની અભિનેત્રી આવી જ એક ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહી છે જેનું ટાયટલ છે વશ.

આ ફિલ્મમાં જાનકી બોડીવાલા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. વશ ફિલ્મ એ એક સાયકૉલોજીકલ થ્રિલર ફિલ્મ છે જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા અને નીલમ પંચાલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટાયટલ પરથી જ અંદાજો લગાવી શકાય કે ફિલ્મ શું કહેવા માંગતી હશે. આજ સુધી આપણે જાનકી બોડીવાલાને હસમુખી રોલમાં જ જોઈ છે પરંતુ આ ફિલ્મમાં જાનકી કંઈક હટકે અંદાજમાં જોવા મળશે.

 

વશ ફિલ્મમાં હિતુ કનોડિયા જાનકીના પિતાની ભૂમિકામાં જોવા મળશે. જાનકીનું નામ આર્યા છે અને હિતેન કુમાર દ્વારા આર્યને વશ કરવામાં આવી હોય તેવું ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે. તે બહારનો વ્યક્તિ મોબાઈલમાં ટાવર નથી આવતું નાં બહાને જાનકીના ઘરમાં ઘુસી જાય છે અને ઘરને નીરખીને જોવે છે ત્યારબાદ આર્યાના પિતા દ્વારા તે આધેડ વ્યક્તિને કહે છે કે ચાલો હવે હું તમને મૂકી જાવ છુ ત્યારે તે કહે છે કે હું અહીંથી ક્યાંય નઈ જાવ અને ત્યારે આર્યા પણ માતા-પિતા પર હાવી થઈ જાય છે અને ઘરમાં ઘુસેલા વ્યક્તિના કહેવા મુજબ માતા-પિતા પર હુમલો કરવા લાગે છે.તે આર્યને કહે છે કે આર્યા હસ અને આર્યા ખડખડાટ હસી પડે છે ત્યારેબાદ કહે છે કે હજુ જોરથી હસ અને કહે છે કે ફેફસા ફાડીને હસને આર્ય ખુબ હસે તેવી જ રીતે રોવાનું પણ કહે છે ત્યારે આર્યા પોક મુકીને રડતી હોય તેવું ટ્રેલરમાં દર્શાવવામાં આવી રહ્યું છે.

આ ફિલ્મનું લેખન અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યુ છે. `વશ` ફિલ્મના નિર્માતા કૃણાલ સોની છે, જ્યારે કૉ-પ્રોડ્યુસર નિલય ચોટાઈ અને દિપેન પટેલ છે.  ફિલ્મની સ્ટોરી તમને આઘાત અને આશ્ચર્ય પમાડે તેવી છે. આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મ 17 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. ટ્રેલર જોયા બાદ દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.