Abtak Media Google News

ખરાબ રસ્તાના કારણે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવાતા સર્જાયો અકસ્માત

Untitled 1
Taxi overturns in valley near Nainital, 9 dead

નેશનલ ન્યૂઝ

ઉત્તરાખંડના નૈનીતાલમાં આજે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો.  નૈનીતાલના ઓખાલકાંડા બ્લોકમાં છીરાખાન-રીઠાસાહિબ રોડ પર એક ટેક્સી વાહન ઊંડી ખીણમાં પડી ગયું.  આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે.  તેમજ બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  ગ્રામજનોએ ભારે મુશ્કેલીથી ઇજાગ્રસ્તોને નાળામાંથી બહાર કાઢી રસ્તા સુધી પહોંચાડ્યા હતા.  અકસ્માત સમયે કારમાં 11 લોકો સવાર હતા.

વિસ્તારના પ્રકાશ મતિયાલી, રણજીત મતિયાલીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 8 વાગ્યે એક ટેક્સી વાહન 500 મીટર ઊંડી ખીણમાં પડી ગયું હતું.  તેમણે કહ્યું કે વાહનમાં 11 મુસાફરો હતા, જેમાંથી 9 મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ગંભીર હાલતમાં હલ્દવાની સુશીલા તિવારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

રણજીત મતિયાલીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.  અકસ્માતના એક કલાક બાદ પણ વહીવટીતંત્ર, એસડીઆરએફ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ન હતી.  જે બાદ ગ્રામજનોએ જાતે જ બચાવ કામગીરી શરૂ કરી હતી.  ગામલોકોએ જણાવ્યું કે રોડ સારી હાલતમાં ન હોવાને કારણે વાહન કાબૂ બહાર ગયું અને ખાડામાં પડી ગયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.