Abtak Media Google News

દેશ ના યુવાનો માં રાષ્ટ્ર પ્રેમ જગાવા હિન્દુ સેના સત્તત મહેનત કરી રહી છે, છેલા બે દાયકા થી હિન્દુ સેનાની શરૂઆત થઇ જેમાં પાંચ વર્ષથી ગુજરાતમાં હિન્દુ સેના સક્રિય બની ,જે સંદર્ભે  ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા રાજ્ય માં યુવાનો ને એકત્રિત કરવા સંગઠન યાત્રા ચાલી રહી છે.

Advertisement

ગુજરાતમાં બહેન દીકરીઓ સુરક્ષિત નથી, ગૌમાતા શુરક્ષિત નથી ત્યારે ગુજરાત ના યુવાનો એ હિન્દુ સેના માં જોડાઈ પોતાની માતૃભૂમિ પ્રત્યેની ફરજ અદા કરવા ગુજરાત હિન્દુ સેના ના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ એ આહ્વાન કરેલ છે. સાથોસાથ આ સંગઠનયાત્રા દરમિયાન કર્ણાવતી, દ્વારકા, જામનગર અને રાજકોટ ના પ્રવાસે પોચતા રાજકોટ થી  પ્રસિદ્ધ થતું *અબતક*  દૈનિક અખબારની મુલાકાત લીધી હતી. જ્યાં હિન્દુ સેના સૌરાષ્ટ્ર કારોબારી સદશ્ય તેમજ ધ્રોલ ના પ્રમુખ ગૌરવ મેહતા, જામનગર જિલ્લા ના વ્યવસ્થાપક માધવ પૂંજાણી, જિલ્લા શીક્ષણ વિભાગ ના હરેન રાવલ સાથે યુવા ગુંજ કારીયા, વિમલ કુબાવત પણ સાથે જોડાયા હતા. આ સાથે હિન્દુ સેના ના સૈનિકો એ આંખ- કાન ખુલા રાખી આવતા સમય માં સંઘર્ષમય તૈયારી કરવા જણાવેલ હતું અને ગુજરાત માં હિન્દુ સેના ના સૈનિક તરીકે જોડાઈ રાજ્ય ના તમામ જિલ્લાઓ સુધી પોચવાની તેમજ રાષ્ટ્ર માટે ખપી જવાની તૈયારી દર્શાવી હતી.

રાજકોટ માં હિન્દુ સેના ની સંગઠન યાત્રા દરમ્યાન અનેક પરિસ્થિતિ ધ્યાન માં આવતા સંગઠન ને વધુ મજબૂત તેમજ શસસ્ત્ર તાલીમ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. જે ખરેખર સૈનિક ની ભૂમિકા ભજવશે, તેમજ આ રાષ્ટ્ર માં જરૂર પડ્યે ફરી ક્રાંતિ લાવી પડશે. જેમની શરૂઆત હિન્દુ સેના ના સૈનિકો કરશે તેમ પ્રદેશ અધ્યક્ષ પ્રતિક ભટ્ટ એ અંત માં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.