Abtak Media Google News

નેપાળમાં વિશાળ પ્રમાણમાં પશુ બલીનું દુષણ વ્યાપ્ત છે. મોટાભાગના મંદિરોમાં અંધશ્રદ્ધાળુ પ્રજા માનતાના નામ ઉપર પશુ હત્યા કરે છે. હાલમાં નેપાળના ગઢીમાંઈ મંદિરમાં એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ૩ થી  ૪ લાખ અબોલ પશુઓની બલી ચડાવાશે. દર ૫ વર્ષે યોજાતા આ મહોત્સવનો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રચંડ વિરોધ ઈ રહ્યો છે. સમસ્ત મહાજન દ્વારા ગીરીશભાઈ શાહના માર્ગદર્શનમાં હીરાલાલ જૈન, ભાવેશ સોલંકી સહિતના કાર્યકર્તાઓની ટીમ છેલ્લા ઘણા દિવસોી નેપાળ પહોંચી છે અને નેપાળી પ્રજાને ધર્મના નામે અંધશ્રદ્ધા ન ફેલાવવા અને પશુ બલી અટકાવવા સમજાવી રહી છે. સામાં જ ગઢીમાંઈની વંદના કરવા માટે પૂજા સામગ્રી તેમજ નાળીયેળનું પણ વિતરણ નિ:શુલ્ક કરાઈ રહ્યું છે. ૧૦૦૮ નારીયેળ દ્વારા જનજાગૃતિ રેલીનું પણ આયોજન સમસ્ત મહાજન દ્વારા કરાયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.