Abtak Media Google News

વર્ષ-૧૯૧૪માં પરમાનંદે હિંન્દુજા ગૃપની સ્થાપના કરી હતી : ભારતમાં ક્રુડની આયાત-નિકાસમાં હિંન્દુજા ગૃપનો મહત્વનો ફાળો રહેલો છે

ભારતના સૌથી મોટા ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે કે જેઓની મિલકત ૪૧૯૦ કરોડ યુએસડી છે. ભારતીયોએ વિદેશમાં પણ પગદંડો જમાવ્યો છે. મુળ ભારતીય એવા હિંન્દુજા બ્રધર્સ શ્રીચંદ અને ગોપીચંદ યુકે એટલે કે બ્રિટનના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિઓ બન્યા છે. કેમિકલ સેક્ટરના બિઝનેશ મેન જિમ રેટક્લિફ આ હિંન્દુજા બ્રધર્સને પાછળ ધકેલી પ્રથમ સ્થાને આવ્યા છે. સંડે ટાઇમ્સ દ્વારા જારી કરાયેલા અમીરોની લીસ્ટમાં આ ખુલાસો થયો છે.

Advertisement

સંડે ટાઇમ્સની ધનવાનોની સુચી પ્રમાણે લંડનના રહેવાસી અને મુળ ભારતીય શ્રીચંદ તેમજ ગોપીચંદ હિંન્દુજા ૨૦.૬૪ અરબ પાઉન્ડ એટલે કે બે લાખ કરોડની સંપતિ ધરાવે છે. જ્યારે ૨૧.૦૫ અરબ પાઉન્ડની સાથે રેટક્લિફ બ્રિટનના સૌથી વધુ ધનવાન બન્યાં છ. જણાવી દઇએ કે સંડે ટાઇમ્સ દ્વારા એક હજાર અમીરોની યાદી તૈયાર કરાઇ છે. ૨૦૧૮ની આ યાદીમાં ભારતીય મુળના ૪૭ લોકોનો સમાવેશ થયો છે.

આ યાદી તૈયાર કરનાર રોબર્ટ વોટ્સે કહ્યું કે “બ્રિટન બદલી રહ્યું છે. સંડે ટાઇમ્સના અહેવાલમાં માત્ર અમુક લોકોનો જ સમાવેશ થતો પરંતુ હાલ અમીરોનો દબદબો વધ્યો છે. આ લિસ્ટમાં વારસામાં સંપતિ મેળવવાને બદલે ખુદ પૈસાર કમાવનારા ઉદ્યોમિઓનો સમાવેશ વધુ થયો છે.

આ સુચીમાંથી રસપ્રદ બાબત એ જાણવા મળે છે કે ચોકલેટ, સુશી, પેટ ફુડ અને ઇંડાનો વેપાર કરનારા અમીર લોકોનો વધુ સમાવેશ થયો છે. સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો સંડે ટાઇમ્સની સુચીમાં સામેલ થયા છે. હિંન્દુજા બ્રધર્સ વિશે વાત  કરીએ તો શ્રીચંદ અને ગોપીચંદે ભારતમાં કુડમાં ખુબ જ કમાણી કરી છે.

ફુડની આયાત-નિકાસમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. ભારતમાં આઝાદી બાદના ક્વોટા રાજમાં તેઓએ બાજી મારી મોટી કમાણી કરી હતી. ભારતમાં ફુડનો એક્સક્લુઝી રાઇટ પણ આ હિંન્દુજા બ્રધર્સ પાસે જ હતો. એટલે કે ભારતમાં ફુડની આપ-લે હિંન્દુજા બ્રધર્સના હસ્તક જ થતી ભારતમાં જ પૈસા  કમાયા અને ટેક્સના ડરથી તેઓ બ્રિટન ચાલ્યા હતાં.

વર્ષ-૧૯૧૪માં હિન્દુજા ગૃપની સ્થાપન પરમાનંદ દિપચંદ હિન્દુજાએ મુંબઇમાં કરી હતી. ત્યારબાદ ૧૯૧૪માં પ્રથમ વખત ભારતની બહાર ઇરાનમાં તેઓએ પોતાનો કારોબાર શરુ કર્યો. ટેક્સથી બચવા, હિન્દુજા બ્રધર્સ બ્રિટન ચાલ્યા ગયા અશોક લેલેંડ, ગલ્ફ ઓપલ, હિન્દુજા બેંક, સ્વિટ્ઝલેન્ડ, ઇંડસંઇડ બેંક, હિન્દુજા ટીએમટી જેવી કેટલીક કં૫નીઓ હિન્દુજા ગૃપમાં સામેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.