Abtak Media Google News

ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલ અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જશવંતલાલની નિમણુંક

અબતક, ગાંધીનગર : ગાંધીનગરના નગરજનોને આજે નવા મેયર મળ્યા છે. બહુમતીથી ભાજપના હિતેશ મકવાણા ગાંધીનગરના નવા મેયર બન્યા છે. વોર્ડ નંબર 8 ના વિજેતા ઉમેદવાર હિતેશ મકવાણાને ભાજપના તમામ મત મળ્યા છે. જેમના નામની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. તો પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર ગાંધીનગરના નવા ડેપ્યુટી મેયર અને જશવંતલાલ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે.

ગાંધીનગર  મહાનગરપાલિકામાં ચૂંટણી પૂર્ણ થયા બાદની આજે પહેલી સામાન્ય બેઠક મળી હતી. સામાન્ય બેઠકમાં નવા મેયરની વરણી કરવામાં આવી છે. ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરવામાં આવી છે. આ વખતે અનુસૂચિત જાતિ માટે મેયર પદ અનામત હતું. પહેલેથી જ હિતેશ મકવાણા અને ભરત દીક્ષિત બંને મેયર પદ માટેના પ્રબળ દાવેદાર ગણાતા હતા. ભાજપમાંથી હિતેશ મકવાણાએ ફોર્મ ભર્યું હતું, તો કોંગ્રેસમાંથી તુષાર પરીખે મેયર પદ માટે ફોર્મ ભર્યું હતું. ત્યારે આખરે હિતેશ મકવાણાએ બાજી મારી છે.

આજે ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી હતી. ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદ્દેદારો પર મહોર લગાવવામાં આવી છે. જેની જાહેરાત આજે કરાઈ છે. આવામાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા હોદ્દેદારોની પસંદગી કરાય તેવી સંભાવના હતી. ગાંધીનગર મહાનગરપાલિકા પર એક નજર કરીએ તો, મનપામાં ટોટલ 11 વોર્ડ 44 બેઠક છે. જેમાં 41 બેઠક પર ભાજપની જીત થઈ છે. જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ એસસી 5 + 1 છે. જેમાં પાટીદારના 12, ક્ષત્રિયના 7, બ્રાહ્મણના 5, ઠાકોરના 7, ઓબીસીના 3 અને એસટીના 1 ઉમેદવાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.