રાજકોટ: મધ્યાહન ભોજન રસોડાની સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 84 જેટલી શાળામાં આશરે 2500 જેટલા બાળકો કરે છે ભોજન

મધ્યાહન ભોજન રસોડા દ્વારા સોમવારથી શનિવાર સુધીમાં મેનું

રાજ્ય સરકારના સહયોગથી મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી છે. આજ તા.05/01/2022ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મધ્યાહન ભોજન રસોડાની મેયર ડો.પ્રદિપ ડવએ સ્થળ મુલાકાત લીધેલ. જુન 2018થી મધ્યાહન ભોજન રસોડાનું સંચાલન પારસ એગ્રો સોસા.(દિલ્હી)ની એન.જી.ઓ. દ્વારા થઈ રહ્યું છે. શાળાઓના બાળકોને સોમવારથી શનિવાર સુધી અલગ અલગ મેનુ નાસ્તો આપવામાં આવે છે.

આજરોજ વિદ્યાર્થીઓને દાળ ઢોકળી તથા ઓરમું આપવામાં આવેલ. જેનો ટેસ્ટ મેયરશ્રીએ પણ કરેલ. પારસ એગ્રો સોસા.ના મેનેજર આનંદ કુમાર સાથે ચર્ચા કરી રસોડાની જરૂરી માહિતી મેળવેલ હતી. આ ઉપરાંત રસોડાનો, સ્ટોરરૂમ તેમજ ભોજન સામગ્રી નિહાળેલ. જેમાં સિંગતેલ, ગોળ, મસાલો, દાળ વગેરે સારા બ્રાન્ડના તેમજ સ્વચ્છતા પણ સારી જોવા મળેલ. જે બદલ મેયરએ તમામ સ્ટાફને ખુબ ખુબ શુભેચ્છા પાઠવેલ હતી. દિલ્હી સ્થિત એન.જી.ઓ.ના સંચાલક જૈનને પણ સારૂ સંચાલન કરવા બદલ અભિનંદન  પાઠવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની 84 જેટલી શાળામાં આશરે 25000 જેટલા બાળકોને દરરોજ ભોજન આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન માટે ઘઉં અને ચોખા આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ઓટોમેટીક મશીન દ્વારા ઘઉં અને ચોખાની સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક રસોઈ રાણી સિંગતેલ તેમજ સારા પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. રસોડાનું ગોડાઉન તથા વાસણોની સફાઈ યોગ્ય પ્રકારની કરવામાં આવે છે.