Abtak Media Google News

ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપ સેમિફાઇનલ બાદ રોહિતે એકપણ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ટોપ ઓફિશિયલ રોહિત શર્માને ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ માટે મનાવવાનો પ્રયાસ કરશે. ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપ સેમિફાઇનલ બાદ રોહિતે એકપણ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી નથી. ત્યારથી હાર્દિક પંડ્યા સતત ટીમનું સુકાન સંભાળી રહ્યો છે.

હાર્દિક ઇજાગ્રસ્ત હોવાથી રોહિત શર્મા બોર્ડની પ્રથમ પસંદગી : હિટમેનના પાડશે તો સૂર્યકૂમાર યાદવને સોંપાશે ટીમની જવાબદારી

બીસીસીઆઇના સચિવ જય શાહ ગુરુવારે દિલ્હીમાં પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને મળશે. તેઓ ટીમોની પસંદગી અને ટી-20 વર્લ્ડ કપ 2024ના રોડમેપ પર ચર્ચા કરશે. બોર્ડ ગુરુવારે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમોની જાહેરાત કરશે. હાલના વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં ઇજાને કારણે ટી-20 ટીમનું સુકાન સંભાળનાર હાર્દિક પંડ્યા એક મહિના માટે ટીમની બહાર છે. આવી સ્થિતિમાં બોર્ડ સૂર્યકુમાર યાદવને જવાબદારી સોંપવા અથવા રોહિતને કેપ્ટનશિપ આપવા પર વિચાર કરી રહ્યું છે.

રોહિતે અગાઉ કહ્યું હતું કે તે ટી20 ફોર્મેટમાં રમવા માંગતો નથી, પરંતુ તેણે વનડે વર્લ્ડ કપમાં જે રીતે ટીમનું નેતૃત્વ કર્યું તેનાથી બીસીસીઆઇ ખાતરી થઈ ગઈ છે કે તે જૂન-જુલાઈમાં અમેરિકામાં યોજાનાર 2024 ટી–20 વર્લ્ડ કપમાં રમવા માંગશે. રોહિતે કપ સુધી સતત ટી-20 રમવી જોઈએ. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, જો રોહિત સંમત નહીં થાય તો સૂર્યા સાઉથ આફ્રિકામાં કેપ્ટન રહેશે. સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.