Abtak Media Google News

સીંગીંગ, ડાન્સીંગ અને મોનોએકર કોમ્પિટીશન યોજાશે: ઇચ્છુક સ્ટુડન્ટ માટે રજીસ્ટ્રેશન શ‚: વિજેતાઓને શિલ્ડ સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરાશે: સ્ટાફ મેમ્બર્સ ‘અબતક’ના આંગણે

એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા માર્ચ-૨૦૧૯ માં ધોરણ ૧ર ની પરીક્ષા  આપેલ વિઘાર્થીઓ માટે તદ્દન નિ:શુલ્ક H.N.S. સમય યુથ ફિએટ-૧૯ નું ભવ્ય આયોજન એપ્રિલ મહિનામાં કરવામાં આવ્યું છે.

Advertisement

‘એચ.એન.એસ. શુકલા સમર યુથ ફિએસ્ટા-૨૦૧૯’  માં રાજકોટ શહેરની તમામ શાળાના માર્ચ-૨૦૧૯ માં ધોરણ-૧ર ની પરીક્ષા આપેલ વિઘાર્થીઓ વેકેશનમાં કંઇક નવું કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ‘એ.એન.એસ. શુકલા સમર યુથ ફિએસ્ટા-૨૦૧૯’  માં અલગ અલગ ૩ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

‘એ.એન.એસ. શુકલા સમર યુથ ફિએસ્ટા-૨૦૧૯’  જેમાં સીંગીંગ ડાન્સીંગ અને મોનો એકટ કોમ્પીટીશન યોજાશે તેમાં ભાગ લેવા ઇચ્છતા તમામ વિઘાર્થીઓએ પોતાનું રજીસ્ટેશન WW.HNSGROUPOF COLLEGES.ORG લીંક પર કરવાનું રહેશે.

‘એ.એન.એસ. શુકલા સમર યુથ ફિએસ્ટા-૨૦૧૯’  માં તા. ૨૫-૪-૨૦૧૯ ના રોજ સેમી ફાઇનલ રાઉન્ડ સવારે ૯ વાગ્યાથી

SHREE H.N.SHUKLA COLLEGE૨/૩ વૈશાલીનગર આમ્રપાલી રેલવે ક્રોસીંગ રૈયા રોડ રાજકોટ ખાતે યોજાશે.

તેમજ તારીખ ૩૦-૪-૧૯ ના રોજ ફાઇનલ રાઉન્ડ સવારે ૯.૩૦ વાગ્યાથી ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ, શિવધારા રેસીડેન્સી શ્રીજી બંગલો ડી માર્ટ કુવાડવા રોડ રાજકોટ ખાતે યોજાશે.

તમામ વિજેતાઓને શિલ્ડ અને સર્ટીફીકેટઠ  દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવશે તથા ભાગ લેનાર તમામ વિઘાર્થીઓને CERTIFICATEઆપવામાં આવશે. આ સ્પર્ધા સંપૂર્ણ નિ:શુલ્ક છે.

આ સ્પર્ધામાં માત્ર માર્ચ-૨૦૧૯ માં ધોરણ ૧ર ની પરીક્ષા આપેલ વિઘાર્થીઓ ભાગ લઇ શકશે. વધુ માહીતી માટે કોલેજના સરનામે તથા મોબાઇલ નંબર  ૯૫૭૪૭ ૯૬૨૯૨, ૯૯૨૪૯ ૪૦૭૯૫ પર સંપર્ક કરવો

‘એ.એન.એસ. સમર યુથ ફિએસ્ટા-૨૦૧૯’ને સફળ બનાવવા માટે એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રેસીડેન્ટ ડો. નેહલ શુકલ, મેનેજીંગથ ટ્રસ્ટી ડો. મેહુલ રુપાણી, તથા ટ્રસ્ટી સંજય વાધરના માગદર્શન હેઠળ કરીશ્માબેન ‚પાણી સ્નેહલબેન પંડ્યા તથા તમામ સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ માટે સ્નેહલબેન પંડ્યા, બ્રિજેશ પટેલ તથા વિશાલ રાણપરાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.