Abtak Media Google News

ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો ફાગણ ફોરમ તો આયો

મધુરમ મ્યુઝિક ગ્રુપ તથા માતૃદ્રષ્ટિ પરિવારના કલાકારોની જમાવટ

‘ચાલને જીવી લઈએ’, કલાકુંભ વગેરે જેવા અનેક કાર્યક્રમો હેઠળ લોક સંસ્કૃતિ, કલાનું જતન અને કલાકારને  પ્લેટફોર્મ પુરૂ પાડવાના ‘અબતક’ ચેનલના હંમેશા પ્રયાસો રહ્યા છે. ઉપરાંત ધાર્મિક, સામાજીક્ તહેવારોને લગતા વિવિધ કાર્યક્રમો દ્વારા દર્શકોને વિશેષ મનોરંજન પુરૂ પાડવાની પણ ‘અબતક’ વિશેષતા રહી છે.

હોળીના પર્વને લઈ ‘અબતક’ ચેનલ દ્વારા ‘હોલી કે રંગ  અબતક કે સંગ’નો સ્પે. એપીસોડ તૈયાર  કરવામા આવ્યો છે. જેમાં રંગરસીયા, રાધા-કાન, સાથે જોડાયેલી હોળીનો  મહાપર્વ એટલે ‘રંગ’નો પર્વ તેમાં પણ નિતરતો પ્રેમ, રંગો દ્વારા વ્યકત  કરવાની વાત ગીતો  દ્વારા વ્યકતત કરવામાં આવી છે.

Sequence 01.00 53 49 21.Still012

માતૃ દ્રષ્ટિ પરિવારના મહિલા કલાકારો  મંજરીબેન વસાવડા, ઉષાબેન ઝીકાર, હિમાબેન માંકડ,  ધરાબેન મંકોડીએ તુષારભાઈ પોટાના ઢોલના ઢબકારે વૃંદાવનમે ઉડી રે ગુલાલ, રાધાને રસીયો રંગે રમે, ફાગણ ફોરમ તો આયો જેવા ગીતો રજુ કરી રાધાનો પ્રેમ અને કૃષ્ણની ભકિતના રંગમાં રંગાઈ અને અવસરની ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હોઈ તેવો ભાવ પ્રગટ કર્યો છે.

જયારે મધુરમ સંગીત ગ્રુપના કલાકારો  રમેશભાઈ વ્યાસ,  દીયા રાજપરા, વરદા જોષીએ કીબોર્ડ પ્લેયર રૂચિત વસાણી અને જેનિલ નડિયાપરા, તેમજ ધ્રુવ મકવાણા અને ખુશી નાગરના તબલાના તાલે કેસુડાની  કડિએ બેસી ફાગણીયો લહેરાયો, કાનો દાણ માગે ધુતારો દાણ માગે, રૂડો જમનાજીનો આરો કદંબ કેરી છાયા રે,  તુમ પ્રેમ હો, તુમપ્રિત હો, મન મિત હો રાધે વગેરે ગીતો  માં વસંત,  ફાગણને  અગ્ર રાખી રાધા અને શ્યામ  સાથે કેસુડાના વૃક્ષ અને રંગની વાતોને   વાગોળવાનો પ્રયાસ  કરવાામં આવ્યો છે.

Sequence 01.01 09 42 20.Still011

જયારે ફાગણના રંગોને  રાધા અને  ક્રિશ્ર્નનો પ્રેમ, રાધાની ભકિત, પ્રતિક્ષા, સમર્પણ વગેરેને લોકસાહિત્યની હળવી શૈલીમાં પાથરવાનો પ્રયાસ કરનાર અષાઢી કંઠના માલિક અને પ્રસિધ્ધ કલાકાર પિયુષભાઈ હિંડોચાએ  તમામ ગીતોનો ‘અર્ક’ મુકવાનો સફળ પ્રયાસ કર્યો છે.‘હોલી કે રંગ અબતક કે સંગ’ અબતક ચેનલના  આ સ્પે. એપીસોડમાં ‘હોળી ગીતો’ના રંગમાં રંગાવા આપણે પણ તૈયાર થઈ જઈએ.

‘હોલર કે રંગ કે અબતક કે સંગ’નો આ સ્પે. એપીસોડ આવતીકાલે તા.24ને સવારે  8 થી  9  અને પૂન: પ્રસારણ ધુળેટી તા. 25ને સવારે  8 થી  9 કલાકે ‘અબતક’ ચેનલ પરથી પ્રસારિત થશે તો આવો આપણે સૌ કાલે સવારે હોળી ગીતોના રંગમાં રંગાવા થઈ જઈએ તૈયાર, ચૂકાય નહી હો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.